બૂલેટ ટ્રેનના કારણે આ સ્ટેશનોની થશે સંપૂર્ણ કાયાપલટ

PC: financialexpress.com

બુલેટ ટ્રેન શરૂ કરવાની જાહેરાત તેના સરવે કે નકસા બનાવ્યા વગર જ જાહેરાત કરી દેવામાં આવી હતી. હવે તે અંગેનો સરવે અહેવાલ તૈયાર થઈ ગયો છે. જેમાં ખેડૂતોની જમીન સંપાદન કરવાની હવે શરૂઆત કરાશે. જો કે કયા ખેડૂની કેટલી જમીન જઈ રહી છે તેની ચોક્કસ વિગતો પણ હજુ બહાર આવી નથી. પણ અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશન પર વ્યાપક ફેરફારો કરવા પડશે તે અંગે આખરી નિર્ણય લેવાય ગયા છે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશને ફેરફાર કરાશે તેના પ્લેટફોર્મ પણ ખસેડવામાં આવશે. જ્યારે વડોદરામાં પણ આ રીતે ફેરફાર કરાશે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વડોદરાના એસટી ડેપો પાસે આવેલાં પ્લેટફોર્મ નંબર 7ને પણ લગભગ 20 મીટર સુધી આગળ ખસેડવામાં આવશે. બુલેટટ્રેન માટેના એલિવેટેર ટાવર બનાવવા પડે તેમ હોવાથી આ ફેરફાર કરાશે. હજુ 9 વર્ષ પહેલાં જ 500 મીટર લાંબા આ પ્લેટફોર્મ નવું બન્યું હતું હવે તેને તોડી નાંખવું પડશે. બીજા કેટલાંક રેલવે સ્ટેશનને પણ આ રીતે અસર થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.