સરકારની જાહેરાત, દેશમાં 5 નવા એરપોર્ટ બનશે, જેમાં ગુજરાતમાં આ જગ્યાએ પણ બનશે

PC: theprint.com

દેશના વધુમાં વધુ ક્ષેત્રોમાં હવાઇ સેવાઓની પહોંચી વધે એટલા માટે કેન્દ્રની મોદી સરકાર UDAN યોજના લઇને આવી છે. જેના હેઠળ નાના નાના શહેરોમાં હવાઇ સેવાઓ લઇ જવામાં આવી રહી છે. આ દિશામાં સરકારે એક પગલું આગળ વધારતા દેશમાં નવા એરપોર્ટ, હેલીપોર્ટ અને નવા હવાઇ રૂટ્સ ખોલવાની જાહેરાત કરી છે. આ મોદી સરકારનું નવું એવિએશન રિફોર્મ છે.

બનશે નવા એરપોર્ટ અને હેલીપોર્ટ

સરકારે જાહેરાત કરી છે કે દેશમાં 5 નવા એરપોર્ટ બનાવવામાં આવશે. 6 હેલીપોર્ટ તૈયાર થશે અને 50 નવા રૂટ્સ પર ફ્લાઇટ્સ શરૂ કરવામાં આવશે. જેમાં 30 રૂટ્સની શરૂઆત આવતા મહિને એટલે કે ઓક્ટોબરથી જ કરવાની યોજના છે. ગુરુવારે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાના મંત્રાલયનો 100 દિવસનો પ્લાન જણાવતા જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, યોજનાને પૂરી કરવા માટે 30 ઓગસ્ટથી 30 નવેમ્બર સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે.

અહીં બનશે એરપોર્ટ અને હેલીપોર્ટ

યોજના અનુસાર, 5 એરપોર્ટ ગુજરાતના કેશોદ, ઝારખંડના દેવઘર, મહારાષ્ટ્રના ગોંદિયા અને સિંધુદુર્ગ ઉપરાંત ઉત્તર પ્રદેશના કુશીનગરમાં બનશે. હેલીપોર્ટ હિમાચલ પ્રદેશના શિમલા, મનાલી, મંડી અને બડ્ડી ઉપરાંત ઉત્તરાખંડના હલ્દવાની અને અલ્મોડામાં બનાવવામાં આવશે.

સિંધિયાએ જણાવ્યું કે, વધુ એક એરપોર્ટ ઉત્તર પ્રદેશના ઝેવરમાં બનશે. આ એરપોર્ટ માત્ર ઉત્તર પ્રદેશ નહીં બલ્કે આખા દેશ માટે મહત્વકાંક્ષી પરિયોજના રહેશે. જેમાં 30 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવી રહ્યું છે. નવું ટર્મિનલ ભવન બનાવવામાં આવશે. ત્યાર પછી ટર્મિનલ ભવન વર્તમાનમાં 250 મુસાફરોની સરખામણીમાં 1800 મુસાફરોને સંભાળી શકશે.

કુશીનગરમાં બનશે એરપોર્ટ, બૌદ્ધ સર્કિટનું કેન્દ્ર બિંદુ બનશે

સિંધિયાએ જણાવ્યું કે, એક એરપોર્ટ ઉત્તર પ્રદેશના કુશીનગરમાં 255 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. અહીં એયરબસ 321 અને બોઇંગ 737 જેવા વિમાન પણ લેન્ડ કરી સકશે. કુશીનગર બૌદ્ધ સર્કિટનું કેન્દ્ર બિંદુ બનશે. એક એરપોર્ટ ત્રિપુરાના અગરતલામાં 490 કરોડ રૂપિયાના ખર્ચે બનશે. રોકાણ પછી તેની ક્ષમતા 1200 યાત્રી પ્રતિ કલાકની થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp