મોદી સરકારે નળજોડાણ માટે ગુજરાતને બમણું ફંડ આપ્યું, જાણો કેટલા ઘરને ફાયદો થયો?

PC: thehansindia.com

જળ જીવન મિશનમાં ગુજરાતને કેન્દ્ર સરકારે બમણાં રૂપિયા આપ્યાં હોવાનો દાવો કેન્દ્રીય મંત્રીએ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં એક વર્ષમાં 11.12 લાખ આવાસોને નળ દ્વારા પાણી આપવામાં આવ્યું છે. આ યોજનાનો લાભ દેશના અનેક રાજ્યોની સાથે ગુજરાતને પણ મળ્યો છે.

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીના એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય જળશક્તિ રાજ્યમંત્રી રતનલાલ કટારિયાએ જણાવ્યું હતું કે ગુજરાતને 2019-20માં આ મિશન હેઠળ 390.31  કરોડ ફાળવવામાં આવ્યા હતા જ્યારે 2020-21માં ગુજરાતને 883.08 કરોડ ફાળવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે જળ જીવન મિશનની જાહેરાત 15મી ઓગષ્ટ 2019માં કરી હતી. અત્યાર સુધીમાં દેશમાં 3.36 કરોડ ઘરમાં નળ દ્વારા પાણી જોડાણ આપવામાં આવ્યા છે. આ સમયગાળા દરમ્યાન ગુજરાતને 11.12 લાખ ઘરોમાં પાણીના જોડાણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે ચાલુ વર્ષે 4થી ફેબ્રુઆરી 2021ની સ્થિતિએ ફાળવવામાંઆવેલા 883.08 કરોડ પૈકી ગુજરાતને 662.76 કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.

ગુજરાતના જળસંપત્તિ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, જળ જીવન મિશન (JJM) અંતર્ગત ગુજરાત ગ્રામીણ પીવાના પાણી ક્ષેત્રમાં સેન્સર આધારિત સર્વિસ ડિલીવરી મોનીટરીંગ સિસ્ટમનું અમલીકરણ કરી રહ્યું છે. ગુજરાત કે જે પ્રાથમિક રીતે પાણીની તંગી ધરાવતું રાજ્ય છે, તેણે અત્યાર સુધી આ સંકટ સામે ખૂબ વ્યુહાત્મક પહોંચ અપનાવી છે. રાજ્ય પાસે પીવાના પાણીના જથ્થાના વ્યવસ્થાપનમાં પહેલેથી જ સારું સામુદાયિક સંકલન છે કે જે વોટર એન્ડ સેનિટાઈઝેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (WASMO)ના માધ્યમથી 2002માં શરુ થયું હતું. મજબૂત પાયો હોવાના કારણે રાજ્ય વોટર સર્વિસ ચાર્જના રૂપમાં સમુદાય પાસેથી આશરે 70% વાર્ષિક O&M ખર્ચ પ્રાપ્ત કરે છે.

રાજ્યમાં કુલ 93.6 લાખ ગ્રામીણ  પરિવારોમાંથી 65 લાખ (70%) પાસે પહેલેથી જ પારિવારિક નળના જોડાણો છે. રાજ્ય વર્ષ 2020-21માં ગ્રામીણ  વિસ્તારોમાં 11.15 લાખ પારિવારિક નળના જોડાણો પુરા પાડવાનો છે. રાજ્યએ આ પ્લાન ફંકશનલ હાઉસહોલ્ડ ટેપ કનેક્શન (FHTCs)નો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સામે આવી રહેલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યો છે.

બાકી રહી ગયેલા વિસ્તારોમાં વિશાળ પશુધનની વસ્તી, ઓછી વસ્તી ગીચતા ધરાવતા પહાડી પ્રદેશો, ખૂબ જ ક્ષાર ધરાવતા દરિયાકિનારાના વિસ્તારો, નીચલા સ્તરના પાણીઅ સંસાધનો ધરાવતા વિસ્તારોનો અને બારમાસી વિશાળ પાણીનો જથ્થો ધરાવતા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યએ સપ્ટેમ્બર 2022 સુધીમાં 100% કવરેજનું લક્ષ્ય રાખ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2019માં જાહેર કરવામાં આવેલ JJMનો ઉદ્દેશ્ય વર્ષ 2024 સુધીમાં દેશના 18 કરોડ ગ્રામીણ પરિવારોને નળના પાણીના જોડાણો પુરા પાડવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp