મુહૂર્ત ટ્રેડિંગ: બજારમાંથી કરવી છે કમાણી તો કરો આજથી શરૂઆત

PC: zricks.com

તમે શેરબજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજે દિવાળીના શુભ અવસરે તમે તેની શરૂઆત કરી શકો છો બુધવારે નેશનલ સ્ટોક એક્ચેંજ અને બોમ્બે સ્ટોક એક્ચસેંજ પર ખાસ ટ્રેડિંગ શેશન રાખવામાં આવે છે આજે એટલેકે સાત નવેમ્બરે બંને સૂચકઆંક પર મૂહર્ત ટ્રેડિંગ કરવામાં આવશે. આ ટ્રેડિંગ ખાતર આજે સાંજે પાંચ વાગે બજાર ખુલશે. તે બાદ 6.30 વાગ્યા સુધી રોકાણ કરી શકાશે જોકે આ દરમિયાન સામાન્ય કારોબાર તમે 5.30 થી 6.30 વચ્ચે કરી શકશો. આ દરમિયાન તમે શેરની ખરીદ વેચાણ પણ કરી શકશો.

બંને સૂચકઆંક પર આપવામાં આવેલ જાણકારી અનુસાર મૂહર્ત ટ્રેડિંગની શરૂઆત સાંજે પાંચ વાગે કરવામાં આવશે તે બાદ 5 થી 5.15 વાગ્યા સુધી બ્લોકડીલ સેશન થશે જે બાદ 5.15 થી 5.23 સુધી પ્રીઓપન શેશન ચલવાામાં આવશે 5.30 વાગ્યાથી આવનાર એક કલાકની અંદર સામાન્ય ટ્રેડિંગ કરવામાં આવશે. આ દરમિયાન તમે રોકાણ શરૂ કરી શકો છો. તેની સાથે જ તમે ઇચ્છો તો શેર ખરીદી શકો છો. અને વેચી પણ શકો છો.

આ દરમિયાન કેટલાક લોકો નવા શેયરની ખરીદી કરી છે જ્યારે કેટલાક લોકો જૂના શેરનું વેચાણ કરી નવાની ખરીદી કરતા જોવા મળે છે. આ દરમિયાન લેવામાં આવેલ શેરને કેટલાક બ્રોકર આખુ વર્ષ સંભાળીને રાખે છે. અને તેનાથી સારો પ્રોફિટ કમાય છે. જો હાલમાં તમે પણ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો દિવાળીના આ શુભ અવસર પર તેની શરૂઆત કરો જોકે રોકાણ કરતા પહેલા તમે જે શેરમાં તમે રોકાણ કરી રહ્યા છો. તેની તમામ જાણકારી હાસલ કરી લો. રોકાણ કરતા પહેલા એ જાણી લો કે તમને કયા શેરમાંથી વધુ રિટર્ન મળવાની સંભાવના રહે છે.

તજજ્ઞો પાસેથી જો એડવાઇઝ મળે તો તમારૂ રોકાણ વધુ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે શરૂઆતમાં નાની રકમથી રોકાણ કરવાની શરૂઆત કરી શકો છો. આગળ જેમ જેમ ફાયદો થશે તેમ તેમાં રોકાણ વધારી શકો છો. ધ્યાન રાખો કે શેરબજારમાં રોકાણ સાથે જોખમ પણ જોડાયેલ હોય છે. તેવામાં રોકાણ પહેલા જોખમના સ્તરને સારી રીતે સમજી લે અને તેના હિસાબથી જ રોકાણ કરે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp