26th January selfie contest

મુંબઇથી પૂણે 25 મિનિટમાં તે પણ જમીન પરથી

PC: swarajyamag.com

મુંબઇથી પૂણેનું અંતર 140 કિલોમીટર છે. હાલ રોડથી જવા માટે ઓછામાં ઓછો 3.5 કલાકનો સમય લાગે છે પરંતુ તમને જો કોઇ માત્ર 25 મિનિટમાં લઇ જાય તો. તે પણ જમીન માર્ગે. શું આ ખરેખર શક્ય છે. હા તે શક્ય છે. હાઇપરલૂપ નામની આ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમથી આ શક્ય છે. તેનું કામ વર્ષ 2019ના અંત સુધીમાં શરૂ થઇ જવાની શક્યતા છે. એલોન મસ્કની કંપની વર્જિને આ પ્રકારનો પ્રોજેક્ટ મૂક્યો છે. તેમણે દુનિયાભરમાં હાઇપરલૂપ શરૂ કરવાની તૈયારી બતાવી હતી પરંતુ હાલમાં તેમને મુંબઇ અને પુણે વચ્ચેનો માર્ગ સૌથી યોગ્ય જણાયો છે. તેના ફેઝ-1નું કામ શરૂ કરી દેવાશે
વર્જિન હાઇપરલૂપ કંપની નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટથી પૂણે સુધી આ સુપર હાઇ સ્પીડ સુવિધા શરૂ કરવાની છે. આ સુવિધા મુંબઇ પૂણે વચ્ચે એટલા માટે શરૂ કરાઇ રહી છે કારણ કે કંપનીને તેનાથી મોટો ફાયદો થઇ શકે છે. મુંબઇ અને પૂણેની વસ્તી 2.60 કરોડની છે. આ બન્ને શહેરો વચ્ચે વર્ષે 8 થી 20 કરોડ લોકો અવર-જવર કરે છે.

ફેઝ-1- મુંબઇ-પૂણે ફેઝ-1 પ્રોજેક્ટ હેઠળ 11.8 કિલોમીટરનો ડેમોસ્ટ્રેશન ટ્રેક બનાવાશે જેની પાછળ 500 મિલિયન ડોલર (34 અબજ રૂપિયા)નો ખર્ચ વર્ષ 2023 સુધીમાં કરાશે.

ફેઝ-2-આ ફેઝમાં બાકીનું કામ પૂર્ણ કરાશે. મુંબઇમાં તેના બે ભાગ હશે. એક રૂટ બીકેસી જશે અને બીજો રૂટ નવી મુંબઇ જશે. આ કોરીડોર મુંબઇ-પૂણે એક્સપ્રેસ વેની નીચે અથવા તેની પેરેલલ વિકસાવાશે.

શું હોય છે હાઇપર લૂપ

હાઇપરલૂપ અને નવા પ્રકારની ટેક્નોલોજી છે જેમાં ખૂબ જ ઝડપથી ટ્રાવેલ કરી શકાય છે. સામાન્ય ભાષામાં સમઝિયે તો એક મોટી પાઇપલાઇન હોય છે. આ પાઇપલાઇનમાંથી હવા ઓછી કરી દેવાને કારણે તેમાં પસાર થતા વ્હીકલ પર ઘર્ષણ ઓછું થઇ જાય છે જેથી તે બહુ જ ઝડપથી ટ્રાવેલ કરી શકે છે. પાઇપલાઇન જેને ટ્યૂબ કહેવાય છે તેમાં મેગ્લેવ ટ્રેન જેવા ટ્રેક હોય છે. જે વ્હીકલ ચાલે છે તે ઇલેક્ટ્રિસિટીથી ચાલે છે અને ટ્રેકથી ઉપર હવામાં ચાલે છે. જે રીતે પ્લેન હવામાં તરે છે તે રીતે જ ટ્રેન પણ તરતી હોય તે રીતે ચાલે છે. પ્રદૂષણ પણ થતું નથી.

શું ફાયદો છે

આ ટેક્નોલોજીના તરફદાર લોકો કહે છે કે આ ફૂલ્લી ઓટોમેટિક ટેક્નોલોજી છે. તેને માનવીય ભૂલો અને વાતાવરણની કોઇ અસર થતી નથી. કોઇપણ પરિસ્થિતિમાં તે ઉપયોગમાં લઇ શકાય છે. ભારે વરસાદ હોય તો વાવાઝોડું હોય તેનો ઉપયોગ કરી શકાય છે.

કેટલા પેસેન્જર લઇ જઇ શકાય

કંપનીના જણાવ્યા અનુસાર દર કલાકે 16000 પેસેન્જરને એક દિશામાં લઇ જઇ શકાય છે. પેસેન્જર લઇ જનારા વ્હીકલને પોડ્સ કહેવાય છે. તેને મિનિટે મિનિટે મોકલી શકાય છે.

હાલ કયા સ્ટેજ પર છે

મહારાષ્ટ્ર સરકાર સાથે કંપનીએ નવેમ્બર 2017માં એમઓયુ કર્યા છે. કંપનીએ પ્રી ફિઝિબિલિટી સ્ટડી કરી છે. તેનાથી તેમણે કેન્દ્ર, રાજ્ય અને ઇન્વેસ્ટર્સને તે બતાવ્યું છે કે આ પ્રોજેક્ટ કરી શકાય છે. ફેઝ વનમાં ટેસ્ટિંગ ફેસિલિટી માટેનું કામ થશે. તે પૂર્ણ થયા પછી સરકાર અને ઇન્વેસ્ટર્સને બતાવાશે કે આ ટેક્નોલોજી કેટલી સેફ અને ભરોસાપાત્ર છે. કંપનીને આશા છે કે આ ફેઝ વર્ષ 2023 સુધી પૂર્ણ થઇ જશે. ત્યારપછી બીજા ફેઝનું કામ શરૂ કરાશે. કંપનીએ યુએસના નવાદા અને દુબાઇમાં પણ આ કામ શરૂ કર્યું છે.

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp