નર્મદા ડેમ પૂર્ણ પણ શાખા નહેરોના કામો હજી અધૂરાં

PC: Tribuneindia.com

ગુજરાતની સૌથી મોટી નર્મદા યોજના પૂર્ણ થઇ છે પરંતુ શાખા નહેરોના કામો હજી બાકી છે. સૂત્રો કહે છે કે આ નહેરોના કામો પૂર્ણ કરવામાં હજી સરકારને 10 હજાર કરોડ રૂપિયાની જરૂરિયાત રહેશે.

રૂપાણી સરકારે સરદાર સરોવર બંધ પર રેડિયલ ગેટ બંધ કર્યા છે અને એ સાથે જાહેરાત કરી હતી કે નર્મદા યોજના પૂર્ણ થઇ છે પરંતુ જ્યાં સુધી ખેડૂતોના ખેતરમાં પાણી ન પહોંચે ત્યાં સુધી આ યોજના પૂર્ણ થઇ તેમ કહી શકાય નહીં.

નર્મદા યોજનાની કુલ 71748 કિલોમીટરની લંબાઈ ધરાવતી મુખ્ય નહેર, શાખા નહેર, પ્રશાખા અને પ્રપ્રશાખાઓ બનાવવાની હતી. તેની સામે અત્યાર સુધીમાં 50796 કિલોમીટરની નહેરો-કેનાલોના કામ પૂરા થયા છે પરંતુ હજી 20951 કિલોમીટરની નહેરો-કેનાલોના કામ હજુ બાકી છે.

ગુજરાત સરકારે, નર્મદા યોજના માટે ભારત સરકાર પાસેથી 2016ના વર્ષમાં 2368 કરોડ તથા ડિસેમ્બર-2017 સુધીમાં 2322 કરોડ મળીને પોણા બે વર્ષમાં 4690 કરોડની રકમની માંગણી કરી હતી. તેની સામે ભારત સરકારે, 2016માં 1644 કરોડ અને ડિસેમ્બર-2017 સુધીમાં 970 કરોડ મળીને કુલ 2614 કરોડ રુપિયાની ફાળવણી કરી છે.

નર્મદા યોજનાની 458.32 કિલોમીટરની મુખ્ય કેનાલનું કામ પૂરુ થઈ ચૂક્યું છે. શાખા નહેરોમાં 2601.11 કિલોમીટરનું કામ પૂરું થયું છે. જ્યારે તેનું 129.47 કિલોમીટરનું કામ બાકી છે. વિશાખા નહેરોનું 4186.48 કિલોમીટરનું કામ પૂરું થયું છે પણ હજુ 382.93 કિલોમીટરનું કામ હજુ બાકી છે.

પ્રશાખાનું 12771.31 કિલોમીટરનું કામ પૂરું થયું છે પરંતુ હજી 2898.63 કિલોમીટરનું કામ બાકી છે. એવી જ રીતે ખેડૂતોના ખેતરો સુધી નર્મદાના પાણી લઈ જતી પ્રપ્રશાખાઓનું કુલ30779.24 કિલોમીટરનું કામ પૂરું થયું છે જેમાં હજી 17540.70 કિલોમીટરનું કામ બાકી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp