નર્મદાની નબળી નહેર વિનાશ વેરે છે

PC: google.co.in

નર્મદા નિગમને ખેડૂતો સાથે કંઈ લેવા લેવા ન હોય તેમ તેમની સમક્ષ વારંવાર રજૂઆતો કર્યા છતાં તે ખેડૂતનું સાંભળતા નથી. જ્યાં નહેર નબળી બની છે ત્યાં નહેરની બન્ને બાજુ પાણી સતત ઝરે છે. સતત નીકળી રહેલાં પણીથી નહેરની બન્ને બાજુના ખેતરોમાં પાકને ફાયદો થવાના બદલે નુકસાન થાય છે. આવી અનેક સ્થળેથી નર્મદા નિગમ સમક્ષ ખેડૂતોએ રજૂઆત કરી છે. હમણાં જ સુરેન્દ્રનગરના ખેડૂતોએ એવી રજૂઆત કરી છે કે તેમના ખેતરો સુધી પહોંચતી નહેરથી ફાયદો થવાના બદલે નુકસાન વધારે થાય છે. કારણ કે તેના ખેતરમાં પાણીની જરૂર ન હોવા છતાં પણ કેનાલનું નબળું બાંધકામ હોવાથી પાણી આવે છે. તેથી પાક નાશ પામે છે.

શિયાળુ પાકની હાલત પણ એવી જ છે. એટલું જ નહીં પણ નર્મદા નહેરની આસપાસ વારંવાર નહેર તૂટતી રહી છે. જે નબળું બાંધકામ થવાના કારણે થાય છે. તેથી પણ આવા વિસ્તારોમાં ખેડૂતોને પારાવાર નુકસાન થાય છે. ધ્રાંગધ્રાના દેવચરાડી ગામ અને આસપાસના ગામોમાં આવી ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તેથી ખેડૂતોએ એવી માંગણી કરી છે કે કેનાલની બન્ને બાજુ નીક બનાવીને કેનાલમાંથી નિકળતું વધારાનું પાણી વહેવડાવીને નાળા કે નદી સુધી લઈ જવામાં આવે તો તેમના ખેતરો બચે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.