સ્માર્ટ સિટી માટે નવી લેબ

PC: eletsonline.com

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી સ્માર્ટ સિટીને લગતા ત્રણ નવા ઈ - કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જીટીયુ એકેડેમિક કાઉન્સિલની મંજૂરી બાદ રહેલા આ કોર્સમાં 17 જાન્યુઆરી સુધી અરજી કરી શકાશે.

જીટીયુના વાઈસ ચાન્સેલર પ્રો.(ડૉ) નવીન શેઠે આ માહિતી આપતા કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા 60સ્માર્ટ સિટી બનાવાની જાહેરાત અગાઉ થઈ ચૂકી છે અને વધુ 40 સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવનાર છે ત્યારે આપણા દેશમાં સ્માર્ટ સિટી ને લગતા વ્યાવસાયિકો ની જરૂરિયાત ઊભી થશે. આ બાબતને ધ્યાનમાં રાખીને જીટીયુ દ્વારા વધુ ઈ-કોર્સ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગાંધીનગરમાં રૂ. ચાર કરોડના ખર્ચે સ્માર્ટ સિટી સેન્સર લેબ બનાવવામાં આવશે.

જીટીયુ દ્વારા હાલમાં ઉપલબ્ધ સ્માર્ટ સિટીને લગતા ઈ - કોર્સમાં સ્માર્ટ સિટી પ્લાનિંગ અને ડેવલપમેન્ટ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ, સૌર ઊર્જા એપ્લિકેશન, ગ્રીન બિલ્ડિંગ, કચરાના નિકાલની વ્યવસ્થા, સ્માર્ટ પરિવહન, સુરક્ષા,સલામતી અને આફત મેનેજમેન્ટ, સ્માર્ટ વિલેજનુ પ્લાનિંગ અને ડેવલપમેન્ટ, સ્માર્ટ ઈ-ગવર્નન્સ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા, અવિરત સ્માર્ટ ભંડોળ વગેરે કોર્સ નો સમાવેશ થાય છે, એવી માહિતી જીટીયુના પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ સ્માર્ટ સીટીઝના નિયામક પ્રો. રજનીકાંત પટેલે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે દરેક કોર્સ છ મહિનાના રહેશે અને તે જાન્યુઆરી 2018 થી શરૂ થશે. આ કોર્સ કરવા જીટીયુ સુધી આવવાની જરૂર નહીં રહે કારણકે આ કોર્સ ઓનલાઇન ઉપલબ્ધ બનશે. કોઈપણ વ્યક્તિ સપ્તાહના આઠથી દસ કલાક ઓનલાઇન અભ્યાસ કરીને તેની પરીક્ષા આપી શકશે. આ કોર્સમાં લેક્ચર ઉપરાંત કેસ સ્ટડીઝ, વિડિયો, ગ્રુપ ડિસ્કશન અને ઓનલાઇન ચર્ચા વિડીયો કોન્ફરન્સ વડે કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.