105 કલાકમાં 75 કિલોમીટરનો રસ્તો બનાવીને NHAIએ ગિનીઝ બૂકમાં નામ નોંધાવી દીધુ

PC: zeebiz.com

કોઈપણ રાષ્ટ્રના વિકાસ માટે રોડ કનેક્ટિવિટી ખૂબ જ જરૂરી છે, કારણ કે રોડ અવરોધો ઘણીવાર અંતરો વધારે છે, પરંતુ આ અંતર ઘટાડવામાં માર્ગ નિર્માણ મહત્વની ભૂમિકા ભજવે છે. રોડ કનેક્ટિવિટી અર્થતંત્રની ગતિને પણ વેગ આપે છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોડ કનેક્ટિવિટીમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે. હવે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે આ દિશામાં એક વિશેષ સિદ્ધિ મેળવી છે.નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ માત્ર 105 કલાકમાં 175 કિમી રોડ બનાવવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે.

National Highways Authority of India (NHAI) એ રોડ નિર્માણની બાબતમાં વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. આ રેકોર્ડ ગિનિસ વર્લ્ડ રેકોર્ડની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે NHAIએ 105 કલાક અને 33 મિનિટમાં 75 કિલોમીટરનો સિંગલ લેન રોડ બનાવ્યો છે.

નીતિન ગડકરીએ જણાવ્યું કે મહારાષ્ટ્રમાં અમરાવતીથી અકોલા વચ્ચે નેશનલ હાઈવે-53 પર રાજ પથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમે 3 જૂનથી 7 જૂન વચ્ચે 75 કિલોમીટર લાંબો રસ્તો તૈયાર કર્યો છે. આ રોડ બનાવવા માટે ડામર/બિટ્યુમિનસ કોંક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ કરીને NHAI એ પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ટ્વીટ કરીને લખ્યું કે આટલો લાંબો રસ્તો બનાવવામાં માત્ર 105 કલાક અને 33 મિનિટનો સમય લાગ્યો. આ માટે NHAIના 800 કર્મચારીઓ, 720 મજૂરો, ઘણા સલાહકારો સતત કામ કરતા હતા. 3 જૂને સવારે 7.27 કલાકે રોડનું  કામ શરૂ થયું હતું.આ રોડનું કામ 7મી જૂને સવારે 5 કલાકે પૂર્ણ થયું હતું.

 કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આ પહેલા આ રેકોર્ડ  દોહા,કતારના PWDના નામે હતો. 27 ફેબ્રુઆરી 2019ના રોજ, કતારે અલ-ખોર એક્સપ્રેસવે માટે 25.275 કિલોમીટર લાંબો રસ્તો બનાવવામાં આવ્યો હતો જે રોડ બનાવવામાં 10 દિવસનો સમય લીધો હતો. હવે ભારતે આટલો જ લાંબો રસ્તો માત્ર 4 દિવસમાં બનાવ્યો છે. આ રોડ કોલકાતા, રાયપુર, નાગપુર, અકોલા, ધુલે અને સુરતના ખનિજ સમૃદ્ધ વિસ્તારોને જોડે છે.

ગડકરીએ માહિતી આપી હતી કે NH 53ના ભાગ રૂપે અમરાવતીને અકોલા વિભાગ સાથે જોડવામાં આવ્યું છે. તે એક મહત્વપૂર્ણ પૂર્વ-પૂર્વ કોરિડોર છે એકવાર પૂર્ણ થયા પછી, તે આ માર્ગ પર ટ્રાફિક અને માલસામાનની અવરજવરને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp