હવે અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર જવાનું તમને ગમશે, જાણો કેમ

PC: financialexpress.com

ભારતીય રેલવેએ અમદાવાદ સ્થિત સાબરમતી રેલવે સ્ટેશનને આધુનિક બનાવવાનું નક્કી કર્યું છે, જો કે તેની થીમ મહાત્મા ગાંધીજીને નામ હશે. એટલે કે આ સ્ટેશનની ડિઝાઇન દાંડી માર્ચ પર આધારિત બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. દાંડી જેવું ફિલીંગ આ સ્ટેશન પર આવશે.

રેલવે બોર્ડે બુલેટ ટ્રેન અને રેલવે એમ બન્નેને સેવા આપવા માટે વ્યવસાયિક ધોરણે સાબરમતી સ્ટેશનને તેની બાજુમાં આવેલા ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ લિમિટેડને સોંપવાનો નિર્ણય લીધો છે. આ સ્ટેશનને રિડેવલપ કરવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનનો વિકાસ કરવાનું એટલા માટે નક્કી કરવામાં આવ્યું છે કે કાલુપુર રેલવે સ્ટેશન પરનું ભારણ ઘટી શકે.

રેલવેએ તેની ડિઝાઇનમાં હાઇ સ્પીડ રેલવે અને ભારતીય રેલ્વે બંનેના મુસાફરો માટે એક જ પ્રવેશ દ્વાર અને એક જ બહાર નીકળવાના દ્વારનો પ્રસ્તાવ મૂક્યો છે.  સૂચિત ડિઝાઇનમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને સાબરમતી રેલ્વે સ્ટેશનની કલ્પના કરવામાં આવી છે જે સ્કાયવોક સાથે જોડાયેલી છે. સ્ટેશનના પહેલા માળે રેસ્ટોરાં અને ફૂડ કોર્ટ હશે.

રેલવે મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે સાબરમતી પાસેના રામનગર તરફનો સ્ટેશનનો અંત બુલેટ અને રેલ્વેનો પ્રવેશ બિંદુ હશે અને તે મધ્યસ્થ જેલની નજીક આવેલા સ્ટેશનના ભાગ સાથે પણ જોડવામાં આવશે. સાબરમતી રેલવે સ્ટેશન પાસે હાલમાં 20 ટ્રેનો રામનગર સ્ટેશનથી નીકળે છે અને 22 ટ્રેનો સેન્ટ્રલ જેલ નજીક પ્લેટફોર્મ સુધી જાય છે.

સૂચિત ડિઝાઇન મુજબવાહનોની ભીડને ટાળવા માટે સ્ટેશનનો એક અલગ પ્રવેશ અને એક્ઝિટ પોઇન્ટ હશે. એન્ટ્રી અને એક્ઝિટને બદલવામાં આવી રહ્યાં છે કે જેથી આ સ્ટેશન પર કાલુપુર સ્ટેશન જેવી ભીડ સર્જાય નહીં. સબમિટ કરવામાં આવેલી ડિઝાઇનમાં જણાવાયું છે કે એન્ટ્રી ફુટ ઓવર બ્રિજ દ્વારા સ્કાયવોક સાથે પણ જોડવામાં આવશેજે પ્લેટફોર્મ સુધી મુસાફરોને પહોંચાડશે.  ટ્રેન આવી ગયા પછી મુસાફરોને પ્લેટફોર્મ પર જવાની મંજૂરી આપવામાં આવશે.

અધિકારીએ કહ્યું હતું કે સાબરમતી રેલવે સ્ટેશને બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન અને સામાન્ય ટ્રેનોની અવરજવર થવાની હોવાથી તે પ્રકારે તેની ડિઝાઇન બનાવવામાં આવી છે. આ ત્રણેય ટ્રેનો માટે મુસાફરોને વધુ સુવિધા મળી રહેશે. ત્રણેય ટ્રેનો માટેના સ્ટેશનો અલગથી બની રહ્યાં છે પરંતુ તે ત્રણેય એક બીજા સાથે લીંક હશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp