ગુજરાતના 5000 KMના NH ઉપર ઓપ્ટિકલ ફાઇબર ફેલાશે

PC: metrofibrewerx.com

ગુજરાતમાં આવેલા અંદાજે પાંચ હજાર કિલોમીટર લંબાઇના નેશનલ હાઇવે સમાંતર ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ફેલાવવામાં આવશે. ભારત સરકારનો આ પ્લાન છે. કેન્દ્ર સરકાર દેશના તમામ રાજ્યોમાં આવું નેટવર્ક બિછાવવા માટે છે જેમાં ગુજારાતનો પણ સમાવેશ થયો છે.

ગુજરાતમાં માર્ગોની સ્થિતિ સુધરી છે. છેલ્લા બાર વર્ષમાં ગુજરાતમાં 40000 કિલોમીટરના માર્ગો વધ્યા છે. 2004ના અંતે માર્ગોની લંબાઇ 1.42 લાખ કિલોમીટર હતી જે વધીને 1.82 લાખ કિલોમીટર થઇ છે. રાજ્યમાં 17 નેશનલ હાઇવેની લંબાઇ અત્યારે 4032 કિલોમીટરની થવા જાય છે જ્યારે 300 સ્ટેટહાઇવેની લંબાઇ 19781 કિલોમીટર છે.

મોદી સરકારે તાજેતરમાં આઠ નવા સ્ટેટ હાઇવેને નેશનલ હાઇવેમાં બદલ્યા છે જેની લંબાઇ 1200 કિલોમીટર થવા જાય છે. એક એવો અંદાજ છે કે એક કિલોમીટરનો નેશનલ હાઇવે બનાવવામાં આવે છે ત્યારે તેની પાછળ 12 કરોડનો ખર્ચ થાય છે. આ નવા હાઇવે પાછળ ભારત સરકાર કુલ 12000 કરોડ ખર્ચી રહી છે.

કેન્દ્ર સરકાર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક અંગે વિચારણા કરી રહી છે જેની લંબાઇ અંદાજે 1,00,000 કિલોમીટર જેટલી છે. હાઇવેના મેઇન્ટેનન્સ અને રીપેરીંગ માટે આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપયોગથી થનાર નાણાંનો ઉપયોગ કરવામાં આવશે. તેવી જ રીતે નેશનલ હાઇવ સાથે ગેસ અને રિફાઇન્ડ ઓઇલના નેટવર્ક દ્વારા તમામ મુખ્ય શહેરોમાં આ પ્રોડક્ટની ડિલિવરી કરી શકાશે.

સરકારના મહત્ત્વકાંક્ષી નેશનલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક પ્રોગ્રામ હેઠળ બે લાખ પંચાયતને સાંકળી લેવાનું નક્કી કર્યું છે. આ યોજના પાછળ 20000 કરોડ ખર્ચાશે. જો કે વર્ષ 2011માં લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં આ યોજના હેઠળ માત્ર 27 ટકા ગામડાઓને આવરી લેવાયાં છે.

વર્ષ 2025 સુધી દેશમાં 20 લાખ કરોડના આઇટી અને ટેલિકોમ હાર્ડવેરની જરૂર પડશે. આ માટે સ્થાનિક સ્તરે આવી પ્રોડક્ટના મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને ઓટોમોબાઇલની જેમ ભારતને ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેરનું એક્સપોર્ટ હબ બનાવવા માટે યોજના તૈયાર કરવી પડશે. આ સંજોગોમાં હાઇવેની આ ફાઇબર ઓપ્ટિક નેટવર્કની યોજના ખૂબ મદદરૂપ થઇ શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp