સાયરસ મિસ્ત્રી અને L&Tને પછડાટ આપીને રતન ટાટાએ આ એરપોર્ટનો કબજો મેળવ્યો

PC: khabarchhe.com

નોઇડના જેવરમાં બનનારા દેશના સૌથી મોટા નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ ટાટા ગ્રુપને મળી ગયો છે. લગભગ 20,000 કરોડ રૂપિયાન ખર્ચે બનનારા આ એરપોર્ટનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે દેશની દિગ્ગજ કંપનીઓ રેસમાં હતી. હવે ટાટાને આ કોન્ટ્રાક્ટ મળી ગયો છે અને 36 મહિનામાં એરપોર્ટ તૈયાર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યોછે.
ટાટા ગ્રુપને નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ માટે લાર્સન એન્ડ ટુબ્રો અને સાયરસ મિસ્ત્રીનું શાપૂરજી પલોનજી ગ્રુપ પણ સ્પર્ધામાં હતું. પરંતુ ટાટા ગ્રૂપની ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન કંપની ટાટા પ્રોજેક્ટ્સે બાજી મારી લીધી છે.

યમુના ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ (YIAPL) એ આ કામ માટે ટાટા પ્રોજેક્ટ્સની પસંદગી કરી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે 25 નવેમ્બરે જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) હેઠળ બનાવવામાં આવી રહ્યો છે. ઝ્યુરિચ એરપોર્ટ તેના પ્રથમ તબક્કામાં રૂ. 5,700 કરોડનું રોકાણ કરી રહ્યું છે. એરપોર્ટ 2024માં કાર્યરત થવાની  ધારણાં છે.

નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ટાટા પ્રોજેક્ટ્સના સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.  ટાટા પ્રોજેક્ટ્સ નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલ, રનવે, એરસાઇડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓ, યુટિલિટિઝ, લેન્ડસાઇટ સુવિધાઓ અને અન્ય ઇમારતોનું નિર્માણ કરશે. ટાટા પ્રોજેક્ટ્સને દેશમાં અનેક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ બનાવવાનો અનુભવ છે. તેમાં નવી સંસદ ભવન, મુંબઈમાં ટ્રાન્સ-હાર્બર લિંક, સમર્પિત ફ્રેટ કોરિડોરના કેટલાક વિભાગો અને કેટલાક શહેરોમાં મેટ્રો પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારતીય સંસ્કૃતિ અને સ્વિટ્ઝર્લેન્ડની ટેકનોલોજીનો સંગમ જોવા મળશે.

એકવાર નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું બાંધકામ પૂર્ણ થઈ જશે તો તે દેશનું સૌથી મોટું એરપોર્ટ બની જશે. નોઈડા એરપોર્ટનો પ્રથમ તબક્કો પૂરો થયા પછી, તેના આઠ રનવે પરથી વાર્ષિક 12 મિલિયન મુસાફરોને ઉડાન ભરી શકશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ 36 મહિનામાં પૂર્ણ થવાનું છે. જેવરમાં બનનારું આ એરપોર્ટ વાસ્તવમાં એવિએશન હબ તરીકે કામ કરશે. નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ 3500 એકરમાં બનવાનું છે. પ્રથમ તબક્કામાં 1327 હેક્ટર જમીનનો વિકાસ કરવામાં આવી રહ્યો છે.

IGI એરપોર્ટથી 72 કિલોમીટરના અંતરે નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે, જ્યારે તે નોઈડા-ફરીદાબાદ અને ગાઝિયાબાદથી 40 કિલોમીટરના અંતરે આવેલું છે. પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ પર બનેલ નોઈડા એરપોર્ટ લગભગ 20,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp