ગુજરાતમાં આ શહેરમાં હવે રૂ. 40 લાખનો રોબોટ કરશે ગટરની સફાઇ

PC: khabarchhe.com

સુરત મનપા દ્વારા શહેરનાં ગટર અને ખાળકૂવાની સફાઈ ઝડપી અને સરળ બનાવવા માટે રૂ. 40.69 લાખના ખર્ચે એક રોબોટ બંડીકોટ વી 2.0 ખરીદવામાં આવ્યો છે. જે રોબોટને ટૂંક સમયમાં ડ્રેનેજની કામગીરી કરવા ઉપયોગમાં લેવાશે.

શહેરના વિવિધ વિસ્તારોમાં જમીનમાં બિછાવવામાં આવેલી ગટરો અને ખાળકૂવા ચોકઅપ બનવાની સમસ્યા ઉદભવે છે. મેન્યુઅલ સ્ક્રવેન્જર એક્ટ-2013 અને ધી પ્રોહીબીશન ઓફ મેન્યુઅલ સ્ક્રવેન્જર્સ એન્ડ ઘેર રીહેબીલીટેશન એક્ટ 2013 મુજબ ગટર સફાઈ તથા ખાળકુવા સફાઈ કરવામાં આવે છે. એના માટે મનપા દ્વારા ડ્રેનેજ સફાઈ તેમજ મેઈન્ટેનન્સ માટે સુપર સકર મશીન, ગલ્પર મશીન, સુઅર જેટીંગ મશીન, ગ્રેબ, બટેક મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. વધતી જતી વસતીની સાથે કામગીરી ઝડપી અને વધુ સરળ બનાવવા 40.69 લાખના ખર્ચે એક રોબોટ ખરીદવામાં આવ્યો છે. તેની વિશેષતા એ છે કે આ રોબોટના રોબોટીક આર્મ 360 ડીગ્રીએ કામગીરી કરી ડ્રેનેજ મેનહોલની અસરકારક કામગીરી કરી શકે છે. આ રોબોર્ટની મનપાને ડીલીવરી મળી ગઈ છે. અને ટુંક સમયમાં તેનો ઉપયોગ પણ શરુ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

 

 

ઉલ્લેખનીય છે કે જેમ જેમ દુનિયામાં ઓટોમેશન વધે છે તેમ રોજગારી ઘટે છે. મોટા મોટા ઉદ્યોગોમાં હજારોની સંખ્યામાં કામ કરતા લોકો એક મોટી મશીનને કારણે બેરાજગાર બની જાય છે. આવી મશીનો આવવાને કારણે ઘણા લોકો બેરોજગાર તો બનશે પરંતુ તેનાથી જે નુક્સાન થશે તેના કરતા ફાયદો મોટો છે. કારણ કે વર્ષોથી આપણા પણ એક કાળી ટીળી હતી કે આ કામ નૈતિક રીતે ખરાબ છે. આ ઉપરાંત સંખ્યાબંધ કામદારોના ખાળકૂવામાં ઉતર્યા પછી મોત પણ થતા હતા. ખાસ કરીને આવા લોકોના જીવ હવે બચાવી શકાશે. 

સુરતમાં સફાઇની વાત કરીએ તો દેશમાં સૌથી પહેલા નાઇટ સ્ક્રેપિંગ બ્રશિંગની કામગીરી શરૂ કરાઇ હતી અને બીજા લોકોએ તેનું અનુસરણ કર્યું હતું. જોકે, રોબોટ દ્વારા ગટરની સફાઇ દેશના બીજા શહેરોમાં અગાઉ શરૂ થઇ ચૂકી છે. હવે સુરત પણ તેની શરૂઆત કરવા જઇ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp