રૂપાણીએ બેઠકમાં પૂછ્યું- ગાંધીનગરની હોટલ અને SOUનો રેલમાર્ગ ક્યારે પૂરો થશે?

PC: Khabarchhe.com

ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ, આધુનિક રેલવે સ્ટેશન અને કેવડિયા રેલવે સ્ટેશનને જોડતો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રેલ માર્ગ ઝડપથી તૈયાર કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદ કરી છે. તેમણે કહ્યું છે કે આ કામો ઝડપથી પૂર્ણ થવા જોઇએ.

રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેકટ અને ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં નિર્માણાધિન હોટેલ પ્રોજેકટના કાર્યોની સમીક્ષા કરી હતી. એ સાથે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી રેલ્વે માર્ગે પહોચવા વડોદરાથી કેવડીયા રેલ્વે લાઇન અને કેવડીયા ખાતે મોડેલ રેલ્વે સ્ટેશનની કામગીરીની પ્રગતિ અંગે જાણકારી મેળવી હતી.

આ રેલ્વે લાઇન પ્રોજેકટ માટે વડોદરા જિલ્લાના 14 અને નર્મદાના 18 મળી 32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી છે. હવેરેલ્વે લાઇન રૂપાંતરણ તેમજ કેવડીયા રેલ્વે સ્ટેશનની બાંધકામ પ્રવૃત્તિપ્લેટફોર્મ સહિતની અન્ય સુવિધાઓ નિર્માણમાં રેલ્વે તંત્રને વધુ વેગ લાવી આ પ્રોજેકટ નિશ્ચિત સમયમાં પૂર્ણ કરવા તાકીદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી સમક્ષ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન પરિસરમાં ગરૂડ પ્રોજેકટ અંતર્ગત આકાર પામી રહેલી હોટલની બાંધકામ પ્રગતિનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું. આ હોટેલ પ્રોજેકટમાં સિવીલ વર્ક લગભગ પૂર્ણ થઇ ગયું છે અને હાલ ઇન્ટીરીયર અને ફરનીશીંગના કામો પ્રગતિમાં છે.

આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથનમહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારમુખ્યમંત્રીના અગ્ર સચિવ એમકે દાસ, વડોદરા કલેકટર શાલિની અગ્રવાલ, વડોદરા રેલ્વે ડીવીઝનલ મેનેજર તથા મેટ્રોરેલ પ્રોજેકટના એસએસ રાઠૌર ઉપસ્થિત રહ્યા હતા.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp