ફરી સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ, આ વખતે તમારા જવાબોને સૌથી વધુ ગુણ, સુરત નં 1 લાવવા..

PC: meranews.com

સ્વચ્છતા સર્વેક્ષણમાં અગાઉ સુરત શહેર 14માં ક્રમાંકે સતત બે વર્ષ રહ્યું હતું. પરંતુ સુરત મહાનગર પાલિકાના કમિશ્નર તરીકે બંછાનીધી પાનીએ ચાર્જ લીધા બાદ સુરત શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશમાં બીજો ક્રમાંક અપાવ્યો હતો. ત્યારે હવે આગામી સમયમાં સુરત શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ નંબર અપાવવા માટે મનપા કમિશનરે તૈયારીઓ શરુ કરી દીધી છે. આ મામલે મનપા કમિશનરે જણાવ્યું હતું કે સીટીઝન ફિડબેકના માર્ક્સમાં વધારો કરવામાં આવ્યો છે. સુરત શહેરની જનતા વધુને વધુ ફિડબેક આપે તે માટે પ્રયાસો કરવામાં આવશે અને લોકોમાં જાગૃતતા લાવવામાં આવશે.

સ્વચ્છતા સર્વેક્ષણ-2021 અંતર્ગત 1 જાન્યુઆરીથી શહેરમાં સિટિઝન ફીડબેક લેવાના શરૂ કરી દેવાયા છે. જે માટે વધુમાં વધુ શહેરીજનોને ફીડબેક આપવા માટે મનપા કમિશનર બંછાનિધિ પાનીએ અપીલ કરી છે. ગત વર્ષે સર્વેક્ષણમાં સીટીઝન ફી઼ડબેક માટે 1100 માર્કસ હતા અને સ્વચ્છતા એપના 400 એમ કુલ 1500 માર્કસ હતા. પરંતુ આ વર્ષે સીટીઝન ફીડબેક માટે 600  માર્કસ રાખવામાં આવ્યા છે. જે માટે વિવિધ 6 માધ્યમો થકી શહેરીજનો ફીડબેક આપી શકશે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં જુદી-જુદી કેટેગરી પ્રમાણે માર્કિંગ સિસ્ટમ થકી કુલ ગુણાંક આપવામાં આવે છે અને જે-તે શહેરને પ્રથમ, દ્વિતીય તે રીતે ક્રમ આપવામાં આવતા હોય છે. જે માટે કેન્દ્રની ટીમ પણ વિઝિટ માટે આવતી હોય છે. આ વર્ષે કોરોના કાળને કારણે આરોગ્ય વિભાગ દ્વારા વધુ કામગીરી કરવામાં આવી નથી. પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણ-2021નું આયોજન કરાયું છે. અને તેના ભાગરૂપે 600 માર્કસ માટેની સિટિઝન ફીડબેક માટે શહેરીજનોના ફીડબેક લેવામાં આવશે. જેમાં વિવિધ 7 પ્રશ્નો પૂછવામાં આવશે. શહેરીજનોને શહેરની સ્વચ્છતા કેવી લાગે છે? કચરો લેવા ગાડી આવે છે કે કેમ? સૂકો અને ભીનો કચરો જુદો જુદો આપવામાં આવે છે?, પબ્લિક ટોઇલેટની વ્યવસ્થા કેવી છે? સ્વચ્છતા એપ વિશે માહિતી છે કે કેમ તેવા પ્રશ્નોના જવાબ શહેરીજનોએ આપવાના રહેશે. સ્વચ્છતા સર્વેક્ષણ 2021 માટે સીટીઝન વોઈસના 1800 માર્કસ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં સીટીઝન ફીડબેક 600, સ્વચ્છતા એપ 350, સીટીઝન એંગેજમેન્ટ 450, સીટીઝન અનુભવ 300, ઈનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટીસ 100 માર્ક્સ નક્કી કરાયા છે.

 ત્રણ મહિના સીટીઝન ફીડબેક લેવાશે

હાલમાં શહેરમાં સીટીઝન ફિટબેક લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. શહેરમાં 1 જાન્યુઆરીથી સીટીઝન ફીડબેક લેવાના શરૂ કર્યા છે. અને 31 માર્ચ સુધી આ ફીડબેક લેવાશે. વિવિધ માધ્યમો થકી ફીડબેક લેવાશે. જેમાં માય ગર્વમેન્ટ એપ, સ્વચ્છતા ઈવેન્ટ, સ્વચ્છતા એપ વગેરે પર લોકો ફીડબેક આપી શકશે. આ ઉપરાંત દર વર્ષે મનપા દ્વારા હોટલ-રેસ્ટોરન્ટ, ટેક્સટાઈલ અને ડાયમંડ ક્ષેત્રમાંથી ફીડબેક લેવાતા હતા. પરંતુ કોવિડની કામગીરીને લઈ આ વર્ષે મનપાની ટીમ નાની મોટી લુમ્સ, તેમજ અન્ય ઘણા ક્ષેત્રના લોકો સાથે સંપર્કમાં આવી છે. જેનો ઉપયોગ સીટીઝન ફીડબેક માટે લેવાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp