મુંબઇના CST સ્ટેશનની કાયાકલ્પ માટે આટલા કરોડ ખર્ચાશે, અદાણી સહિત આ કંપનીઓની રૂચિ

PC: zeenews.india.com

મુંબઇનું ઐતિહાસિક છત્રપતિ શિવાજી ટર્મિનસ(CST) રેલવે સ્ટેશનના રૂપ રંગ બદલાવાના છે. રેલવેએ CST સ્ટેશનને વધુ ખુબસુરત બનાવવા માટે 1640 કરોડની યોજના બનાવી છે. દેશમાં 170 વર્ષ પહેલાં પહેલી રેલગાડી ચાલવાના સાક્ષી બનેલાં મુંબઇના ઐતિહાસિક છત્રપતિ શિવાજી ટર્મિનલ(CST) રેલવે સ્ટેશનના કાયાકલ્પ માટે અદાણી ગ્રુપ, ગોદરેજ પ્રોપર્ટી, જીએમઆર એન્ટરપ્રાઇઝ સહિતની 10 કંપનીઓઅ રસ દાખવ્યો છે.

Indian Railway Stations Development Corporation (IRSDC)એ રૂપિયા 1640 કરોડના ખર્ચે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલ હેઠળ CSTની કાયાકલ્પ કરવાની યોજના બનાવી છે. Irsdcએ આ યૂનેસ્કો વર્લ્ડ હેરિટેજને પીપીપી મોડથી રિ-ડેવલપ કરવાની યોજના બનાવી છે. રૂપિયા 1640 કરોડથી વધુના ખર્ચે CSTને આધુનિક અને વિશ્વસ્તરના રેલવે ટર્મિનલ તરીકે વિકસાવવામાં આવશે અને તેનું રિ-ડેવલપમેન્ટ  Build, Finance, Operate and Transfer (DBFOT) આધિન કરવામાં આવશે.

આ યોજનામાં કોન્ટ્રાકટ મેળવનારી કંપની સ્ટેશન ડિઝાઇન, બિલ્ટ, ફાયનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફરનું કામ કરશે. કોન્ટ્રાકટ મેળવનાર કંપનીને સ્ટેશનના સંચાલન માટે 60 વર્ષનું લાયસન્સ આપવામાં આવશે.CST સ્ટેશનને નવા રૂપ આપવાના કેન્દ્ર સરકારના આ પ્રોજેકટમાં અદાણી સહિત 10 કંપનીઓએ રસ દાખવ્યો છે. પ્રોજેકટ માટે અરજી કરનારી કંપનીઓમાં જીએમઆર એન્ટરપ્રાઇઝ, આઇએસકયૂ એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કલ્પતરૂ પાવર ટ્રાન્સમિશન, એંકરેજ ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ, બ્રુકફીલ્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ફંડ, મોરીબસ હોલ્ડિંગ્સ,ગોદરેજ પ્રોપર્ટીઝ, કિ સ્ટોન રિયલટર્સ અને ઓબેરોય રિયલ્ટીનો સમાવેશ થાય છે.irsdcએ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં CSTના પ્રોજેકટ માટે અરજી મંગાવી હતી.

પીટીઆઇના અહેવાલ મુજબ આઇઆરડીસીના સીઇઓ અને એમડી એસ. કે. લોહિયાએ કહ્યું હતું કે કુલ 10 કંપનીઓની બીડને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. હવે એમાંથી અમારી શરતો પર જે કંપનીઓ ખરી ઉતરશે તેમને 4 મહિનાની અંદર ડીપીઆર પછી પ્રસ્તાવ આપવા કહેવામાં આવશે. લોહિયાએ કહ્યું હતું કે, કોન્ટ્રાકટ આપ્યા પછી 4 વર્ષની અંદર CST સ્ટેશનનું રિ-ડેવલપમેન્ટ પુરુ થશે. ભારતમાં પહેલી યાત્રી ટ્રેન 1853માં મુંબઇથી બોરી બંદર રેલવે સ્ટેશનથી થાણેની વચ્ચે શરૂ કરવામાં આવી હતી. તે પછી બોરી બંદર રેલવે સ્ટેશનનો વિકાસ કરીને તેને વિકટોરિયા ટર્મિનસ (વીટી) સ્ટેશન નામ આપવામાં આવ્યું હતું. વિકટોરિયા ટર્મિનસની ડિઝાઇન બ્રિટિશ આર્કિટેકટ ફ્રેડરીક વિલિયમ સ્ટીવન્સે  1878માં તૈયાર કરી હતી. 1996માં વિકટોરીયા ટર્મિનસનું નામ બદલીને છત્રપતિ શિવાજી ટર્મિનસ (CST) કરી નાંખવામાં આવ્યું હતું.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp