સરકાર આ જાહેરક્ષેત્રની કંપની વેચશે, ખરીદવા માટે ખાનગી કંપનીઓમાં હોડ

PC: google.com

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લીક પ્રોપર્ટી મેનેજમેન્ટ ( દીપમ)ના સચિવ તુહીન કાંત પાંડેએ સોમવારે કહ્યું હતુ કે સરકાર નીલાંચલ ઇસ્પાત નિગમ લિમિટેડ (એનઆઇએનએલ)ના ખાનગીકરણ માટે અનેક  બિડ મળી છે. એનઆઇએનએલમાં વ્યુહાત્મક વેચાણને લઇને જાન્યુઆરીમાં પ્રારભિંક બીડ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પાંડેએ ટવિટર પર લખ્યું છે કે નીલાંચલ ઇસ્પાતના ખાનગી કરણ માટે અનેક બિડ મળી છે. તેમણે કહ્યું કે હવે પ્રક્રિયા બીજી તબકકામાં પહોંચી ગઇ છે.

એનઆઇએનએલ, એમએમટીસી, એનએમડીસી. ભેલ, મેકોન અને ઓડિશા સરકારના બે ઉપક્રમોનું સંયુકત સાહસ છે. ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં કેબિનેટે એમએમટીસી ( 49.78 ટકા), એનએમડીસી (10.10ટકા), મેકન (0.68 ટકા), ભેલ (0.68 ટકા), આઇપીઆઇસીઓએલ(12 ટકા) ઇકિવટી શેરના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટને મંજૂરી આપી હતી. એર ઇન્ડિયા, બીપીસીઅલ, પવન હંસ, બીઇએમએલ અને શિપીંગ કોર્પોરેશનની પ્રક્રિયા પણ બીજા તબકકામાં પહોંચી ગઇ છે.

 આ કંપનીઓના ખાનગી કરણ માટે પણ સરકારને અનેક બીડ મળી છે. સરકારે નાણાંકીય વર્ષ 2021-22માં ડિસઇન્સેસ્ટમેન્ટના માધ્યમથી રૂપિયા 1.75 લાખ કરોડ રૂપિયા ભેગાં કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સુધારેલા અંદાજમાં સરકારે ચાલું નાણાંકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટ દ્રારા રૂપિયા 32,000 કરોડ ભેગા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રીઓ અનેક વખત કહી ચુક્યા છે કે સરકારના ખોટ કરતા એકમનો ચાલું રાખવાનો કોઇ મતલબ નથી. એટલે સરકારે ડિસઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી અનેક જાહેર ક્ષેત્રોની કંપનીઓને સરકારે વેચવી કાઢી છે જેને ખરીદવા માટે અનેક ખાનગી કંપનીઓ બિડ ભરી રહી છે. તાજેતરમાં એવિશન મિનિસ્ટર હરદીપ સિંહે પણ કહ્યું હતું કે એર ઇન્ડીયાનો 100 ટકા હિસ્સો  વેચી દેવાનો છે. જો કોઇ ખરીદનાર નહી મળશે તો એર ઇન્ડિયાને તાળાં મારી દેવામાં આવશે. જો કે એર ઇન્ડિયાને ખરીદવા માટે ટાટા ગ્રુપે સહીતની અનેક કંપનીઓએ રસ દાખવ્યો છે.

સરકારે તમામ વિભાગને પણ ડિસઇન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ઝડપથી પુરી કરવા માટેની સુચના આપેલી છે. સરકારનું લક્ષ્ય છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓ વેચીને જે ફંડ ઉભું મળશે તે બીજા અનેક કામોમાં ઉપયોગી બનશે. જો કે ડિસઇન્વેસ્ટની પ્રક્રિયા એટલી સરળ હોતી નથી એટલે બધું સાંગોપાંગ પાર પડવામાં સમય તો જશે જ. જો  કે સરકાર ડિસઇન્વેસ્ટમેન્ટ પર અત્યારે વધારે ફોકસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp