ચાબહાર પોર્ટના વિકાસ પર કેટલાક પ્રતિબંધોમાંથી ભારતને છૂટ...

PC: wikipedia.org

અમેરીકાએ ઇરાનમાં મહત્વના વ્યૂહાત્મક વિકાસ માટે ભારતને કેટલાક મહત્વના પ્રતિબંધોમાંથી છૂટ આપી છે. આ છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનીસ્તાન સાથે જોડનાર રેલવે લાઇનનું નિર્માણ પણ સામેલ છે. આ નિર્ણયના એક દિવસ પહેલા ટ્રમ્પ એડમીનીસ્ટ્રેશને ઇરાન પર હવે સુધીનો સૌથી ખરાબ પ્રતિબંધ લગાવ્યો છે. આ છૂટમાં ઓમાનની ખાડીમાં પોર્ટના વિકાસમાં ભારતની ભૂમીકાને અમેરીકાની માન્યતાની દ્ષ્ટીએ જોવામાં આવી રહ્યું છે. ચાબહાર પોર્ટ યુધ્ધથી થયેલ તબાહી પણ સહન કરી ચૂક્યું છે.

અફઘાનીસ્તાનના વિકાસમાં ખાસ્સુ રાજનીતીક મહત્વ ધરાવે છે. અમેરીકી વિદેશવિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર વધુમાં વધુ વિચાર કરીને વિદેશમંત્રીએ ચાબહાર પોર્ટના વિકાસ, અફઘાનીસ્તાનમાં વાપરવામાં આવનાર ગૈર- પ્રતિબંધાત્મક વસ્તુઓની ઢુલાઇ માટે સંબંધિત રેલવેલાઇનના નિર્માણ સાથે સાથે ઇરાનના પેટ્રોલિયમ ઉત્પાદકોની આયાતથી ઇરાન ફ્રીડમ અને કાઉન્ટર પ્રોલિફરેસન એક્ટ 2012 અંતર્ગત ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી છૂટ આપી છે.

અમેરીકાએ 5 નવેમ્બરે ઇરાનના વર્તનમાં બદલાવ લાવવાના હેતુથી હાલ સુધીનું સૌથી કઠોર પ્રતિબંધ લાગૂ કરવાની જાહેરાત કરી છે. ઇરાનના બેંકિંગ તેમજ એનર્જી સેક્ટર પ્રતિબંધોના વર્તુળમાં આવી ચુક્યા છે. લાગૂ થયેલ પ્રતિબંધ અનુસાર તે યુરોપીયન, એશિઆઇ તેમજ અન્ય દેશો તથા કંપનીઓ પર દંડનું પ્રાવધાન કરવામાં આવેલ છે. જે ઇરાન પાસેથી ક્રૂડ લેશે તેના માટે. જોકે, વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યુ કે, આઠ દેશ, ભારત, ચીન, ઇટલી, ગ્રીસ, જાપાન, દક્ષિણ કોરીઆ, તાઇવાન અને તુર્કિ, ઇરાનથી તેલની ખરીદીમાં ખાસ્સો કાપ મૂક્યો છે.

ઇરાન પર એમેરીકી પ્રતિબંધ લાગૂ થયા બાદ હવે ચાબહારનું ભવિષ્ય શું હશે. તે સવાલના જવાબમાં એમેરીકી વિદેશ વિભાગના પ્રવક્તાએ જણાવ્યુ કે, આ છૂટનો સંબંધ અફઘાનિસ્તાનના પુનનિર્માણ તથા આર્થિક વિકાસમાં સહયોગથી છે. અફઘાનીસ્તાનના વિકાસ અને ત્યા માનવીય સુરક્ષા ઉપલબ્ધ કરાવાની દ્રષ્ટિથી એ કામ જરૂરી છે. ભારત અને અફઘાનીસ્તાને મે 2016માં ત્રણ દેશોમાં ટ્રાંજિટ તેમજ ટ્રાન્સપોર્ટ કોરિડોર સ્થાપિત કરવાને લઇને એક કરાર પર સાઇન કરી છે.

કરાર અનુસાર ચાબહાર પોર્ટને ઇરાનમાં સમુદ્ર પરિવહનના એક રિજનલ હબની રીતે વિકસીત કરવાનો છે. સાથે જ ત્રણ દેશોમાં વસ્તુઓ તેમજ યાત્રિઓની આવાજાહી માટે પરિવહનના અલગ અલગ સાધનોને વિકસીત કરવાનો પણ કરાર થયો છે. ખરેખરમાં ભારતને ઇરાનમાં ચાબહાર બંદરગાહના વિકાસ માટે મળેલી છૂટ ઓગસ્ટ મહિનામાં રાષ્ટ્પપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દક્ષિય એશિયાઇ રણનીતીથી પ્રેરિત છે. તેમાં કહેવામાં આવેલ છે કે અફગાનીસ્તાનમાં શાંતિ અને વિકાસની વાપસીમાં ભારતનું મોયુ યોગદાન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp