સાબરકાંઠાના એક નાનકડા ગામે એવું તે શું કર્યું કે તેને મળ્યો કેન્દ્રનો એવોર્ડ

PC: khabarchhe.com

આવનારી પેઢી માટે અમૂલ્ય પાણીના બચાવ માટે જે ગ્રામ પંચાયત પહેલ કરે છે તેને કેન્દ્ર સરકાર જળ પુરસ્કાર આપે છે. ગુજરાતીમાં કહેવત છે કે મફતમાં મળતી ચીજની વેલ્યુ હોતી નથી પરંતુ ગુજરાતના એક ગામડાએ એવું સિદ્ધ કર્યું છે કે મફતમાં મળતા પાણીનું પણ મૂલ્ય છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલા તખતગઢ ગામના લોકોએ પાણીના મીટરની પ્રથાને અપનાવી છે. કેન્દ્ર સરકારે તેની નોંધ લઇને જળ પુરસ્કાર માટે આ ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ પંચાયત જાહેર કરી છે. જો આવું કામ 14 હજાર ગામડાઓમાં થાય તો લોકોને પાણીનું મૂલ્ય સમજાશે અને આવનારી પેઢી માટે પાણી બચાવી શકાશે.

સાબરકાંઠાના તખતગઢ ગામના લોકોએ પાણીના મીટર પ્રથાને અપનાવીને સ્વચ્છતા અને પાણી બચાવ એમ બંને કાર્યોને પાર પાડ્યા છે. પહેલાં ગામની શેરીઓ અને મુખ્ય રસ્તાઓ અન્ય ગામડા અને શહેરોની માફક પહેલા તો ગંદા રહેતા હતા. બીજી તરફ પાણીની સમસ્યાતો ઠેરના ઠેર જ રહેતી હતી. પરંતુ ગામના લોકોએ પાણીની કરકસર કરવાનો નિર્ણય કર્યો. જેથી લોકો રસ્તાઓ પર પાણીનો ખોટો બગાડના કરે અને પાણીને કરકસર પૂર્ણ રીતે ઉપયોગ કરે.

હાલ ગામમાં 96 ટકા મીટર લાગી ચુક્યા છે. જેના માટે કુલ 46 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેમાં 10 લાખ રૂપિયા ગામ લોકોએ અને 36 લાખ રૂપિયા સરકારે ખર્ચ્યા છે. ગામના લોકો પાસેથી પ્રત્યેક હજાર લીટરે એક રૂપિયો લેવામાં આવે છે. ગામમાં પાણીના મીટર લાગી જતાં ગામ લોકોને પણ મોટો ફાયદો થયો છે. ગામના લોકો સ્વીકારી રહ્યા છે કે, મીટર લગાવવાથી લોકોએ પાણી બચાવવાની સાથે-સાથે વીજળીના બીલમાં પણ મોટી બચત કરી છે.

રાજ્યના જળ તજજ્ઞ કહે છે કે ગામડામાં પાણીના મીટર લગાવવાનું સહેલું છે અને ગ્રામજનો તૈયાર પણ થાય છે પરંતુ શહેરોમાં પાણીનો સૌથી વધુ બગાડ થાય છે. રાજ્ય સરકારે શહેરોની સોસાયટીઓ અને એપાર્ટમેન્ટમાં પાણીના દામ નક્કી કરી ફરજીયાત મીટર પ્રથા લાગુ કરવી જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp