હેલિપોર્ટ શું છે? ગુજરાતમાં કઇ જગ્યાએ બની રહ્યાં છે? જાણો તેનો ખર્ચ કેટલો આવશે

PC: khabarchhe.com

ગુજરાતના પ્રત્યેક તાલુકામથકે હેલિપેડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં એવા છ સ્થળો છે કે જ્યાં સરકાર હેલિપોર્ટ તરીકે તેને ડેવલપ કરી રહી છે. આ સ્થળોમાં યાત્રાધામ અને પ્રવાસન મથકોને આવરી લેવામાં આવ્યા છે. પ્રત્યેક હેલિપોર્ટ પાછળ સરકાર 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહી છે. ગયા વર્ષથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

નાગરિક ઉડ્ડયન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે હેલિપોર્ટ અથવા તો હેલિડ્રોમ એ એક એવી સુવિધા છે જે હેલિકોપ્ટર અને કેટલાક અન્ય વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મના ઉપયોગ માટે યોગ્ય છે. દૂરના વિસ્તારો, શહેરની વચ્ચે અવરજવર, પર્યટન, કાયદાનું અમલીકરણ, આપત્તિ સહાય, શોધ તેમજ બચાવ અને મેડીકલ ઇમરજન્સીમાં તાત્કાલિક હવાઇ જોડાણ પુરૂં પાડવા માટે સામાન્ય રીતે હેલિકોપ્ટર મુખ્ય ભૂમિકા નિભાવે છે.

નાગરિક ઉડ્ડયન વિભાગે કુલ છ સ્થળોએ હેલિપોર્ટની સુવિધા ઉભી કરવાનું નક્કી કર્યું  છે જેમાં અમદાવાદ, સોમનાથ, દ્વારકા, અંબાજી, સાપુતારા અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. હેલિપોર્ટ બનાવવા માટે ખૂબ ઓછી જમીનની આવશ્યકતા હોય છે. એક હેલિપોર્ટ આઠ એકર જમીનમાં બને છે અને તેનો આંતરમાળખાકીય ખર્ચ પણ ઓછો આવે છે.

હેલિપોર્ટ તમામ હેલિકોપ્ટર સુવિધાઓ પુરી પાડી શકે છે જેવી કે એમઆરઓ સેવા, સ્મોલ ટર્મિનલ બિલ્ડીંગ, એટીસી ટાવર, ઓપરેશનલ એરિયા, પાર્કિંગ, ફાયર એન્ડ એમ્બ્યુલન્સ, ફ્લુઅલિંગ જેવી યુટિલિટી સેવાઓનો સમાવેશ થાય છે. પ્રત્યેક હેલિપોર્ટ માટેનો ખર્ચ 20 લાખ રૂપિયા થાય છે અને મહેસૂલી ખર્ચ પ્રતિવર્ષ ત્રણ કરોડ જેટલો આવતો હોય છે.

હેલિપોર્ટની કામગીરી અને સંચાલન માટે રેગ્યુલેટરી મંજૂરીની આવશ્યકતા રહે છે. જેમ કે નાગરિક ઉડ્ડયન મંત્રાલય, ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને પર્યાવરણ અને વન મંત્રાલયની પરમિશન જરૂરી છે. આ હેલિપોર્ટને ચાર્ટર ઉપયોગ માટે અથવા પાર્કિંગ માટે જરૂરી હોય ત્યારે નોન શિડ્યુઅલ ઓપરેટર્સ પરમિટ ધારકોને સંચાલન માટે પરવાનગી આપવામાં આવશે અને આવક પેદા કરવામાં આવશે.

પ્રથમ વર્ષે અમદાવાદ, સોમનાથ અને અંબાજીમાં સેવા શરૂ કરવામાં આવશે. આ સ્થળો પ્રવાસન સ્થળ તરીકે મહત્વપૂર્ણ ગોવાથી અને સુવિધા ઉભી કરવામાં આવેલી હોઇ તેનો સંપૂર્ણ ઉપયોગ કરવામાં આવશે. આ છ સ્થળોએ કામગીરી પૂર્ણ થયા પછી રાજ્યના બીજા પ્રવાસન સ્થળોએ આ પ્રકારના હેલિપોર્ટ ઉભા કરવાની દરખાસ્ત કેન્દ્ર સમક્ષ કરવામાં આવશે તેવું નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીએ જણાવ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp