26th January selfie contest
BazarBit

અમદાવાદમાં 100 માળની બિલ્ડિંગો બનશે ત્યારે આવશે આવા ફેરફારો

PC: makaan.com

બિલ્ડર લોબી,સ્ટ્રકચરલ ડીઝાઈનર,આર્કીટેકટ અને ડેવલપર્સ દ્વારા અમદાવાદ શહેરમાં આવનારા ભવિષ્યમાં વિદેશની પેટર્ન મુજબ 100 માળના મકાનો બનવાની સંભાવનાઓ ઉપર પુરઝડપથી અભ્યાસ સર્વે શરૂ કરી દેવાયો છે. અમદાવાદ શહેરમાં ભવિષ્યમાં 100 માળના મકાનો બનાવવા માટે 10થી વધુ એફએસઆઈ જરૂરી બનશે એમ તંત્રના અધિકારીઓ માની રહ્યા છે.સાથે જ આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં જયાં આરસીસી બાંધકામ ઉપર દારોમદાર રખાય છે એને બદલે સ્ટીલ સ્ટ્રકચર અને પ્રિ-કાસ્ટઆયન ઉપર વધુ ભાર મુકવામાં આવશે.વર્ષ-2035 સુધીના વર્ષમાં અમદાવાદમા વસનારા નાગરીકને તે જે ફલોર પર રહેતો હશે તે ફલોર સુધી તેની કાર પાર્ક કરવાથી લઈને ટેનિસકોર્ટ સુધીની તમામ સ્પોર્ટસ એકટિવિટી માટેની સુવિધા પણ અન્ય સુવિધાની સાથે મળી રહે એ પ્રકારનુ આયોજન કરવામા આવશે.

મુખ્યમંત્રી રૂપાણીએ અમદાવાદ શહેરમાં આવનારા સમયમાં સો માળના બિલ્ડીંગો બંધાશે એવી જાહેરાત કર્યા બાદ અમપાના અધિકારીઓથી લઈને તમામ આ બાબતને લઈને સળવળાટ જાવા મળ્યો છે.અમદાવાદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર રમેશ દેસાઈએ એક ખાસ વાતચીતમાં કહ્યુ,આ વર્ષ સુધીમા અમદાવાદ શહેરમાં વસનાર તમામ પોતે જયાં રહે છે ત્યાંજ તેને નજીકમા તમામ પ્રકારની સુવિધા મળી રહે એવુ ઈચ્છતો થશે. ટ્રાન્સપોર્ટેશનની મહત્તામાં વધારો થશે.લોકો ઘરેથી પોતાનુ વાહન લઈને નીકળવાના બદલે નજીકમાંથી જ એને જયાં પહોંચવુ છે તે સ્થળે પહોંચવા ટ્રાન્સપોર્ટ સિસ્ટમ શોધશે.જેને કારણે મેટ્રો સ્ટેશનની આસપાસ રહેવાનો કોન્સેપ્ટ અમદાવાદ શહેરમાં વધશે.

બિલ્ડીંગ કન્સ્ટ્રશન વ્યવસાય સાથે સંકળાયેલા રૂપેશ પટેલનુ કહેવું છે,જયારે લિવેબલ અમદાવાદ શહેરનો કોન્સેપ્ટ જોવામા આવે તો અમદાવાદ શહેરમાં વર્ષ-2035 સુધીમા નવા બંધાનારા બાંધકામોમા આરસીસી ને બદલે સ્ટીલ સ્ટ્રકચર અને પ્રિ-કાસ્ટઆયન પરના બાંધકામો નેવું ટકા ઉપર થઈ જશે.કેમકે જેમ તમે ઉપર હાઈટ તરફ જાવ તેમ તમારે બિલ્ડીંગની સ્ટ્રકચરલ સ્ટ્રેન્થ પણ ડબલ કરવી પડે.અમદાવાદ શહેરમાં હાલ જે ચાર્જેબલ સાથે 2.7ની એફએસઆઈ આપવામા આવી રહી છે. એ જો તમારે અમદાવાદ શહેરમાં સો માળની ઈમારતો ઉભી કરવી હોય તો એફએસઆઈ દસથી વધુ આપવી પડે.

આવનારા વર્ષોમાં આજથી વધુ ઝડપી અને દોડાદોડવાળુ જીવન બનશે એટલે બિલ્ડરો અને ડેવલપરો કે આર્કીટેકટ અને સ્ટ્રકચરલ એન્જીનિયરોએ પણ તેમને સ્ટાન્ડર્ડાઈઝેશન પર આવવું પડશે.હાલ આપણે બારી-બારણાથી લઈને તમામ ચીજા માટે કોઈ સ્ટાન્ડર્ડ નથી.જેથી તેને તૈયાર કરવામા પણ સમય જતો હોય છે.વિદેશોની જેમ એક ફિકસ ફ્રેમવર્ક 2035 સુધીમા આવી જશે. જેથી તમારે જે સાઈઝની જે ચીજ જાઈતી હોય એ તૈયાર જ મળે. તમારે એ લાવીને માત્ર ફીટ જ કરવાની રહે.

સ્ટીલ સ્ટ્રકચર-પ્રિ-કાસ્ટઆયનના ઉપયોગથી પ્રોજેકટ કોસ્ટ ઘટશે અને સમય બચશે 

અમપાના એડીશનલ સિટી ઈજનેર હરપાલ ઝાલાએ એક વાતચીતમાં કહ્યુ,સ્ટીલ સ્ટ્રકચર અને પ્રિ-કાસ્ટઆયનના ઉપયોગથી જયાં બિલ્ડીંગની સ્ટ્રેન્થ વધુ મજબુત બનશે ત્યાં પ્રોજેકટ કોસ્ટ ઘટશે અને સમય પણ બચશે કેમકે તમને બાંધકામ માટે ઘણુ બધુ મટિરિયલ તૈયાર મળવાનુ છે. માત્ર તમારે તેને ફિટીંગ જ કરવાનુ છે.મુંબઈ જેવા શહેરોમાં સ્ટીલ અને પ્રિ-કાસ્ટઆયન બાંધકામનો કોનસેપ્ટ શરૂ થઈ ગયો છે.દુબઈ અને વિશ્વના અન્ય શહેરોમાં ઝડપથી તૈયાર થઈ રહેલા હાઈરાઈઝડ બિલ્ડીંગો પાછળનુ મુખ્ય કારણ પણ આજ છે.

અમદાવાદ શહેરમાં હાલ આર-વન અને આર-ટુ એમ બે પ્રકારે બાંધકામની પરમીશન આપવામા આવી રહી છે.જેમાં આર-ટુમાં શહેરના બોડકદેવ સહિતના નવા પશ્ચિમ ઝોનમા આવતા વિસ્તારો ઉપરાંત શહેરના એસ.જી.હાઈવે(નેશનલ હાઈવે-8સી) ઉપરાંત સરદાર પટેલ રીંગરોડ સહીતના વિસ્તારોનો આર-ટુ ઝોનમાં સમાવેશ કરાયો છે.આ તમામ વિસ્તારો ઉપરાંત રીવરફ્રન્ટ ઉપર પણ હાઈરાઈઝડ બિલ્ડીંગો વર્ષ-2035 સુધીમા જાવા મળી શકે છે પરંતુ એ માટે રાજય સરકાર શું આયોજન કરે છે અને કયા પ્રકારનુ આયોજન કરે છે. એના ઉપર તમામ દારોમદાર રહેશે એમ ટીડીઓ રમેશ દેસાઈનુ કહેવુ છે.

અમદાવાદીઓને કઈ-કઈ સુવિધાઓ મળી શકે છે?

1.પોતે જે ફલોર પર રહેતા હશે એ ફલોર પર જ વાહન પાર્ક કરવાથી લઈને Âસ્વમિંગપુલ,ટેનિસ કોર્ટ,જીમ અને અન્ય સ્પોર્ટસ સંબંધી સુવિધાઓ મળી શકશે.
2.રહેઠાણના સ્થળે જ ફૂડકોર્ટ સહીતની રેસ્ટોરા,તેમજ રેસ્ટોરન્ટ,મિની થિયેટર સહીતની સુવિધા મળી રહેશે.
3.રહેઠાણથી નજીકના અંતરેથી જ મેટ્રો ટ્રેન ,ઈ-બસ,ઈ-રીક્ષા ઉપરાંત ઈ-કાર પણ મળતી થઈ જશે.
4.ઓડીટોરીયમ,હોમ થિયેટર અને એન્ટટેઈનમેન્ટની સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ જશે.
5.રૂપિયા ખર્ચતા બધુ એકસાથે અને નજીકના અંતરે મળી રહેશે.

એફોર્ડેબલ હાઉસની માંગ વધશે 
અમપાના ટીડીઓ રમેશ દેસાઈનુ કહેવુ છે કે,વર્ષ-૨૦૩૫ સુધીમા લોકોમાં એફોર્ડેબલ હાઉસની માગમાં વધારો થશે.લોકો વ્યકિતગતને બદલે સમુહમા રહેવા તેમને આર્થિક રીતે પોષાઈ શકે એવા એફોર્ડેબલ હાઉસમા રહેવાનુ વધુ પસંદ કરશે.  
 
 

 

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp