ભાજપ સમર્પિત જક્ષય શાહ જાણો ક્યાં 700 કરોડનું રોકાણ કરશે? તેમનો પ્લાન શું છે

PC: ahmedabadmirror.indiatimes.com

ગુજરાતનું ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ ટેક (ગિફ્ટ) સિટીને નવી ગિફ્ટ મળી છે. આ ગિફ્ટ સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની છે. આ કંપની ગિફ્ટના સ્પેશ્યલ ઇકોનોમિક ઝોનમાં વ્યવસાયિક, રહેણાંક અને સોશ્યલ બિલ્ડીંગ્સ ઉભા કરશે. આ કંપનીને ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસીઝ સેન્ટરમાં 10 લાખ ચોરસફૂટ જમીન ફાળવવામાં આવી છે.

સેવી કંપની ગિફ્ટ સિટીમાં પાંચ વિવિધ પ્રોજેક્ટ્સમાં કુલ 700 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે. આ કંપની ગિફ્ટ સિટીમાં 23 માળના કોમર્શિયલ ટાવર બનાવશે જેમાં ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોનનો પણ સમાવેશ થાય છે. સૂચિત ફાળવણી પ્રમાણે સેવી 10 લાખ ચોરસ ફુટના વિસ્તારમાં વિવિધ પ્રોજેક્ટ અને પેટા પ્રોજેક્ટ ઉભા કરશે. આ પ્રોજેક્ટમાં ઓફિસ બિલ્ડીંગ, લોજીસ્ટીક સ્પેસ, બિઝનેસ સેન્ટર, રહેણાંક સંકુલ, યુનિવર્સિટી બિલ્ડીંગ અને આંતરરાષ્ટ્રીય ક્લબની સુવિધા ઉભી કરવા કંપનીએ તૈયારી દર્શાવી છે.

ભાજપ સમર્પિત કાર્યકર અને સેવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના સીએમડી જક્ષય શાહે કહ્યું હતું કે તેઓ પાંચ લાખ ચોરસફુટ જમીનમાં બીયુએ બનાવશે જેને વ્યાપક પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ વિસ્તાર સંપૂર્ણપણે લીઝ પર આપી દેવાશે. અમે કુલ 10 લાખ ચોરસફુટ જમીનમાં અમારૂં વિસ્તરણ કાર્ય શરૂ કરીશું. લોકો સ્માર્ટ સિટીમાં કેવી રીતે રહે છે અને કેવી રીતે બિઝનેસ કે જોબ કરે છે તે અમારા પ્રોજેક્ટ પરથી ફલિત થશે.

ગિફ્ટ સિટીના એમડી અને ગ્રુપ સીઇઓ તપન રે એ જણાવ્યું હતું કે ભારતીય અને આંતરરાષ્ટ્રીય વિકાસકર્તાઓ માટે ગિફ્ટ સિટી એક પ્લેટફોર્મ છે. બિઝનેસ માટે વ્યૂહાત્મક સ્થાન છે, કારણ કે અહીંયા પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર છે. સિંગલ વિન્ડો ક્લિયરન્સથી કામ થાય છે. ઓછા ઓપરેશન ખર્ચ સાથે ઉત્તમ ગુણવત્તાયુક્ત વાતાવરણ મળે છે. કોરોના સંક્રમણના સમયમાં પણ ગિફ્ટ સિટીએ મૂડીરોકાણને આકર્ષવા માટે અનેક સ્કીમ શરૂ કરી છે જેનો લાભ વિવિધ ફાયનાન્સિયલ એજન્સીઓ લઇ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp