ગિફ્ટ સિટીમાં કઇ કંપનીઓ ઓફિસ નાંખી શકે? આ આવ્યો નવો ફેરફાર

PC: khabarchhe.com

ભારતમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્રો (આઇએફએસસી) અને તેના દુબઇ ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટર (ડીઆઇએફસી) જેવા વૈશ્વિક પીઅર્સના લેવલ પ્લેઇંગ માટે આઇએફએસસી ઓથોરિટી આનુષાંગિક લેવાઓ સમક્ષ બનાવવા વિશેષ માળખા સાથે બહાર આવી છે, જેનો સીધો ફાયદો ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીને મળશે.

ગિફ્ટ સિટીમાં અત્યાર સુધી એવું હતું કે કાનૂની બાબતોનું પાલન, ઓડિટીંગ, એકાઉન્ટીંગ અને કરવેરામાં રોકાયેલા આનુષાંગિક સેવા પ્રદાતાઓ તેમની કામગીરી સેટ કરી શક્યા ન હતા પરંતુ હવે આ સુવિધા ઉભી થતાં તેઓ સેવાઓ આપી શકશે. સરકારે ગિફ્ટ સિટીના ફ્રેમવર્ક અંગેનું જાહેરનામું બહાર પાડતાં એક ડઝનથી વધુ કંપનીઓ ગિફ્ટ સિટીમાં કામ કરી શકશે.

વ્યાવસાયિક સેવાઓ, કન્સલ્ટન્સી કંપનીઓ, ઓડિટ કંપનીઓ, સંચાલકો અને ટ્રસ્ટી સેવાઓના રૂપમાં વૈશ્વિક સ્તરે આનુષાંગિક સેવાઓ આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રનો એક ભાગ છે કારણ કે તેઓ કેન્દ્રના વિકાસમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આઈએફએસસી ઓથોરિટી દ્વારા બહાર પાડવામાં આવેલા માળખાના કારણે ગિફ્ટ સિટીમાં આ કંપનીઓ કામગીરી શરૂ કરી શકશે.

દુબઈના ડીઆઇએફસીમાં લગભગ 2,600 કંપનીઓ કાર્યરત છે, જેમાંથી 800 ફાઇનાન્સ સંબંધિત કંપનીઓ છે, એમ જીઆઈફટી સિટી ખાતે તાજેતરમાં જ તેમની કામગીરી સ્થાપવા માટે હસ્તાક્ષર કરનારી એક કંપનીના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે. એનો અર્થ એ છે કે લગભગ 1,800 બિન-ફાઇનાન્સ કંપનીઓ છે. આનુષાંગિક સેવાઓ સ્થાપનારી કંપનીઓ ગિફ્ટ સિટીને સંપૂર્ણ ઇકોસિસ્ટમ પુરૂં પાડશે.

ગિફ્ટ સિટી આઈએફએસસીમાં તેમની કામગીરી શરૂ કરવાનો નિર્ણય લેનારી કેટલીક કન્સલ્ટન્સી કંપનીઓમાં પીડબ્લ્યુસી ફંડ, કેપીએમજી, અર્ન્સ્ટ એન્ડ યંગ, મૂન સેઝ અને ધ્રુવ એસોસિએટ્સનો સમાવેશ થાય છે. એ ઉપરાંત બસીઝ ફંડ, ઓપીએસ ગ્લોબલ ફંડ એડમિનિસ્ટ્રેટર્સ, સિંગાપોર, વિલ્સન ફાઇનાન્સિયલ સર્વિસિસ અને વિસ્ટારા સહિતના ફંડ એડમિનિસ્ટ્રેટર તેમજ એએમઆઇકોર્પ એ પણ જીઆઇએફટી સિટી આઈએફએસસીમાં કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ તમામ સર્વિસ પ્રોવાઇડર્સ આઇએફએસસીમાં સ્થાપિત સંસ્થાઓને સેવાઓ પ્રદાન કરી શકે છે. તેઓ ભારતમાં આઈએફએસસીમાં વિવિધ પ્રવૃતિઓ માટે અથવા વિદેશી અન્ય સંબંધિત પ્રવૃત્તિઓ માટે વિદેશી અધિકારક્ષેત્રના નાણાકીય સેવાઓ સંસ્થાઓને સેવાઓ પણ આપી શકે છે. ફ્રેમવર્કના માધ્યમથી ગુજરાત સ્થિત ગિફ્ટ સિટીને આ એક નવી સર્વિસ મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp