ગાંધીનગરના રેલવે સ્ટેશનની વોચ કોણ રાખે છે? એ PM મોદીના મંત્રી છે

PC: Khabarchhe.com

 ગાંધીનગરમાં બની રહેલી ફાઇવસ્ટાર હોટલ અને આધુનિક રેલવે સ્ટેશનની કામગીરીમાં વોચ ગોઠવવામાં આવી છે. આ બન્ને પ્રોજેક્ટમાં વિલંબ થઇ રહ્યો હોવાથી કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારના એક અધિકારી વોચ રાખી રહ્યાં છે. તેઓ કામગીરીની સમીક્ષા પણ કરી રહ્યાં છે. આ બન્ને પ્રોજેક્ટ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી કેન્દ્રની નજર છે. રાજ્ય સરકારની ધીમી કામગીરી સામે કેન્દ્રએ જાતે જ આ કામ હાથ પર ઉપાડી લીધું છે.

ભારતનું સૌપ્રથમ એરપોર્ટ જેવું રેલવે સ્ટેશન ગાંધીનગરમાં બની રહ્યું છે. આ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરવાનું કામ મોદીએ તેમના રેલવે મંત્રી પીયૂષ ગોયલને આપ્યું છે. તેમણે રેલવેના અધિકારીઓ સાથે બેઠક કરી આ પ્રોજેક્ટ વહેલીતકે પૂર્ણ થાય તેની તાકીદ કરી છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે ગાંધીનગરનું રેલવે સ્ટેશન વિશ્વસ્તરીય મુસાફરોને અદ્યતન સુવિધા આપશે.

તેમણે આ પ્રોજેક્ટ માટે બનાવેલી કંપની ગરૂડના અધિકારીઓને તાકીદ કરી હતી કે આ રેલવે સ્ટેશન અને હોટલનું નિર્માણ કાર્ય ડિસેમ્બર 2020 સુધીમાં થઇ જવું જોઇએ. જો કે આ અગાઉ 2019ના અંતમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે તેમાં એક વર્ષનો ઉમેરો થયો છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ ભારતીય રેલવે સ્ટેશન વિકાસ નિગમ કરી રહ્યું છે.

આ રેલવે સ્ટેશનના ટ્રેક પર ફાઇવસ્ટાર હોટલ બની રહી છે. દેશની એક મોટી કંપની લીલા ગ્રુપ આ હોટલ બનાવે છે અને તે ચલાવશે. આ હોટલની આસપાસ દુકાનો, મોલ્સ, બિગબજાર સહિતની સુવિધાઓ હશે. આ પ્રોજેક્ટમાં વધુ એક ફુડકોર્ટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર ઉપરાંત ભોપાલમાં હબીબીગંજ રેલવે સ્ટેશનનો પણ પુનવિકાસ ડિસેમ્બર 2020 સુધીમાં પૂર્ણ થશે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp