26th January selfie contest

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કોણ જાપાન જશે? તજજ્ઞોની તાલીમ કોણ આપશે?

PC: dnaindia.com

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના ટ્રેકના બાંધકામ માટે ટ્રેઇનિંગ અને સર્ટિફિકેશન સર્વિસ માટે નેશનલ હાઇસ્પીડ રેલવે કોર્પોરેશન લિમિટેડ અને જાપાન રેલવે તકનિકી સેવા વચ્ચેના એમઓયુ સાઇન કર્યા છે. આ કરાર થકી જાપાનના નિષ્ણાંતો ટ્રેકના બાંધકામ માટે તેમની કુશળતા તેમજ અનુભવનો આ પ્રોજેક્ટને લાભ આપશે.

આ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટર તેમજ અન્ય કર્મચારીઓને જાપાનમાં શિંકનસેન ટ્રેક કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લેવાની તક પણ મળશે. આ સ્ટાફને જાપાની નિષ્ણાંતો તાલીમ આપશે. બુલેટ ટ્રેનના ટ્રેક અને બીજી બાબતો માટે કર્મચારીઓને 15 પ્રકારની તાલીમ પ્રાપ્ત થશે જેમાં ટ્રેક સ્લેબ મેન્યુફેક્ચરીંગ એન્જીનિયરો અને રેલવે વેલ્ડીંગ ટેકનિશ્યન લાભ લઇ શકશે.

જાપાન એમ્બેસીના ઉચ્ચ અધિકારીઓએ કરાર સમયે જણાવ્યું હતું કે જાપાનની આ હાઇ સ્પીડ રેલવે સિસ્ટમથી ભારતમાં ટેકનોલોજીનું સ્થાનાંતરણ નિશ્ચિત થશે, એટલું જ નહીં મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે. જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ભારતના મુખ્ય પ્રતિનિધિ મત્સુમોટો કટસુઓએ કહ્યું હતું કે આ કરાર પર હસ્તાક્ષર એ રેલવે ટ્રેક સલામતી અને આરામદાયક સવારી માટે નિર્ણાયક છે. આ પ્રોજેક્ટમાં જાપાન સેલવે તકનીકી સેવાની ભૂમિકા અત્યંત મહત્વની છે.

ઉલ્લેખનીય છે કે મુંબઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનો આ પ્રોજેક્ટ વલસાડ જિલ્લામાં જે લોકોની જમીન અને મિલકતનું વળતર ચૂકવવાનું છે તે તમામને વળતર ચૂકવાઇ ગયું છે. 508 કિલોમીટરના આ પ્રોજેક્ટમાં અમદાવાદ પછી વાપીનું રેલવે સ્ટેશન સૌથી લાંબુ છે જે 600 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થશે.

બુલેટ ટ્રેનના રૂટ પર કુલ 12 સ્ટેશનો બનાવવાના થાય છે. બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં 155 કિલોમીટર, દાદરા નગરહવેલીમાં 4.3 કિલોમીટર અને ગુજરાતમાં 348 કિલોમીટરના રૂટમાં ફેલાયેલો છે. કલાકના 320 કિલોમીટરની ગતિએ આ ટ્રેન દોડશે. દરેક બુલેટ ટ્રેનમાં 10 કોચ હશે જેમાં 750 પ્રવાસીઓ સફર કરી શકશે. બીજા તબક્કામાં 16 કોચ રહેશે. રોજની 35 ટ્રેન આ રૂટ પર દોડશે અને 17900 પ્રવાસીઓને તેમના સ્થાને પહોંચાડશે.

ગુજરાતમાં આ પ્રોજેક્ટનું જમીન સંપાદનનું કાર્ય પૂર્ણ થવામાં છે અને મહારાષ્ટ્રમાં પ્રક્રિયા ચાલી રહી છે. કોરોના સંક્રમણના કારણે આ પ્રોજેક્ટમાં એક વર્ષનો વિલંબ થયો છે પરંતુ હવે ઝડપથી કાર્ય શરૂ કરવા માટે એલએન્ડટી કંપનીને સૂચના આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં 1.08 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે પરંતુ કોરોનાના કારણે પ્રોજેક્ટ કાર્યમાં વિલંબ થતાં પ્રોજેક્ટ કોસ્ટ વધવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp