26th January selfie contest

ધોલેરા V/S ઓરિક સિટી --- કેમ પાડોશી રાજ્ય આગળ નિકળી ગયું?... ગુજરાતની ખામી શું

PC: loksatta.com

ગુજરાતના ધોલેરા અને મહારાષ્ટ્રના ઔરંગાબાદ વચ્ચે સ્માર્ટ સિટીની સ્પર્ધા શરૂ થઇ છે પરંતુ પાડોશી રાજ્યનું આ સિટી ખૂબ આગળ નિકળી ગયું છે જ્યારે ગુજરાતનું સિટી મૂડીરોકાણને પામી શક્યું નથી. ધોલેરામાં હાલ જે ડેવલપમેન્ટ થઇ રહ્યું છે તે ઇન્ટરનેશનલ એરપોર્ટ અને પ્રાઇવેટ રેસિડેન્સિયલ સ્કીમોમાં છે. આ સિટીમાં આઠ થી દસ કંપનીઓએ કામ શરૂ કર્યું છે.

ગુજરાત સરકારે પાંચ વર્ષ પહેલાં એવી જાહેરાત કરી હતી કે ધોલેરા સિટીમાં 2020 સુધીમાં 10 લાખ લોકોની વસતી હશે પરંતુ આ સિટીમાં વસતી તો ઠીક માળખાકીય સુવિધાનો અભાવ વર્તાઇ રહ્યો છે. એક ખાનગી કંપનીના સીઇઓએ કહ્યું હતું કે ગુજરાતમાં જો આ ઝડપે સ્માર્ટ સિટી વિકાસ પામતું રહેશે તો 2030 સુધીમાં બે લાખ લોકો પણ આ સિટીમાં વસતા નહીં હોય. ધોલેરામાં સૌથી મોટી સમસ્યા દરિયાના પાણીના કારણે ખારાશયુક્ત જમીન છે.

મહત્વની બાબત એવી છે કે કોઇપણ જાતના વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા વિના મહારાષ્ટ્રે મૂડીરોકાણમાં તેનું પ્રથમક્રમનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. ઔરંગાબાદ સિટી માટે મહારાષ્ટ્રે ગુજરાતમાં આવીને રોડ શો કરીને રોકાણ મેળવ્યું છે. મહારાષ્ટ્રના આ ઓરિક સિટીમાં 52 કંપનીઓએ કુલ 4000 કરોડનું રોકાણ કર્યું છે. ઓરિક સિટીના સરકારી અધિકારીના જણાવ્યા અનુસાર આ સ્માર્ટ ઔદ્યોગિક સિટીમાં 90  ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે. આગામી બે વર્ષમાં 60,000 કરોડનું રોકાણ ઓરિક સિટીમાં આવશે. ગુજરાતની 115 કંપનીઓએ પણ ઓરિક સિટીમાં રસ દાખવ્યો હતો.

ઓરિક સિટી ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છેજેને દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર - ડીએમઆઇસીના ભાગરૂપે મહારાષ્ટ્રમાં 10,000 એકર ક્ષેત્રફળમાં વિકસાવવામાં આવ્યું છે. માર્ગોસીઇટીપી-એસટીપીફાયરવોટર લાઇન વગેરે સહિત માળખાગત સુવિધા ઊભી થઈ ગઈ છે. છ કંપનીઓમાં પર્કિન્સહીઓસંગકોટોલએરો ટૂલ્સકિર્તીથર્મોપેક અને વારદ એલોય કાસ્ટિંગ છે અને હીઓસંગ 8 મહિનાના રેકોર્ડ સમયમાં ઉત્પાદનમાંથી પસાર થઈ છે.

ઓરિકના રોકાણકારોમાં સાઉથ કોરિયાનું અગ્રણી ઔદ્યોગિક ગૃહદુનિયાનું સૌથી મોટું સ્પેન્ડેક્સ ઉત્પાદક જૂથ હીઓસંગ કોર્પોરેશન અને કેટરપિલર ગ્રૂપ કંપની પર્કિન્સ સામેલ છે. અમેરિકાયુરોપરશિયાચીનજાપાન અને દક્ષિણ કોરિયાની કેટલીક આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઓરિકમાં રોકાણ કરવા વિચારણા કરી રહી છે.

ભારતનું સૌથી મોટું ઓટોમોટિવ કોમ્પોનન્ટ ઉત્પાદક એન્ડ્યુરન્સ અને જાપાનની અગ્રણી પ્રિકાસ્ટ કોન્ક્રિટ ઉત્પાદક કંપની ફુજી સિલ્વરટેક તેમાં સામેલ છે.

ઓરિકની આસપાસ કેટલીક કંપનીઓ કાર્યરત છેજેમાં સ્કોડાસિમેન્સબજાજજોહ્નસન એન્ડ જોહ્નસનક્રોમ્પ્ટન ગ્રીવ્સપર્કિન્સલાઇભેરલુપિનએન્ડ્રેસ + હાઉસર અને વોકાર્ડ સામેલ છે. ઓરિક ભારતનું પ્રથમ 'વોક-ટૂ-વર્કસ્માર્ટ ઇન્ડસ્ટ્રિયલ સિટી છે. 'વોક ટૂ વર્ક'ની વિભાવના હાઉસિંગ વિકલ્પોવર્કપ્લેસ અને શોપિંગ સેન્ટર્સને પ્રેરિત કરે છેજેને એકબીજાની આસપાસ વિકસાવવામાં આવશે અને એનો અમલ થશે.

ઓરિક સિટીની કનેક્ટિવિટી અંગે જણાવવામાં આવે છે કેભારતમાં મુખ્ય શહેરોને નવાં શહેરો સાથે જોડતાં રેલ અને હાઈવે નેટવર્ક ઉપરાંત ઓરિક ઔરંગાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ફક્ત 15 મિનિટ દૂર છે તથા મુંબઈદિલ્હી અને ભારતમાં અન્ય મેટ્રો શહેરો સાથે જોડતી ફ્લાઇટનું સીધું જોડાણ પ્રદાન કરશે. જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ્સનું ડ્રાય પોર્ટ અને જલ્નામાં કન્ટેઇનર ટર્મિનલ ફક્ત 40 કિલોમીટરના અંતરે છે. આ ઓરિકમાં ઉદ્યોગોને ભારતનાં સૌથી મોટા સી પોર્ટ જેએનપીટીની સરળતાથી જોડાઈ શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp