નર્મદાના આ ડેમ પર 3000 કરોડનો દુનિયાનો સૌથી મોટો તરતો સોલાર પાવર પ્લાન્ટ બનશે

PC: organiser.org

દેશના એક રાજ્યમાં દુનિયાનો સૌથી મોટો તરતો પાવર પ્લાન્ટ બની રહ્યો છે જે એક ડેમ પર બનાવવામાં આવી રહ્યો છે. આ પ્લાન્ટ બનવાને કારણે રાજ્યની વીજ સમસ્યામાં રાહત રહેશે.મધ્યપ્રદેશમાં 9મી અજાયબી બની રહી છે.

મધ્યપ્રદેશમાં વીજળી સંકટમાંથી ટુંક સમયમાં જ લોકોને  રાહત મળવાની છે. રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષમતા વધારવા અને પ્રદેશમાં વીજળીની સમસ્યાઓને દૂર કરવા માટે ખંડવામાં તરતો સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ સોલાર પાવર પ્લાન્ટ વર્ષ 2022-23 સુધીમાં 600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. યોજના સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે આ સોલાર પાવર પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ બનશે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 3000 હજાર કરોડ રૂપિયા છે. આ સોલાર પાવર પ્લાન્ટ નર્મદાના ઓમકારેશ્વર ડેમ પર બનાવવામાં આવશે.

રિન્યુએબલ એનર્જી વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજય દુબેએ ન્યૂઝ એજન્સી ANIને જણાવ્યું કે, અમે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હેઠળ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ. તે લગભગ 100 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. તે ખૂબ જ વિશાળ જળાશય છે, જ્યાં પાણીનું સ્તર સામાન્ય રહે છે. અમારી પાસે 300 મેગાવોટનું PPA હશે. દુબેએ એ કહ્યું  કે નવા ફ્લોટિંગ સોલાર પ્લાન્ટ સાથે, ખંડવા મધ્યપ્રદેશનો એકમાત્ર એવો જિલ્લો બનશે જ્યાં થર્મલ પાવર સ્ટેશન, હાઇડલ અને સોલર પાવર હશે.

આગળના તબક્કામાં, અમે અન્ય 300 મેગાવોટ માટે ટેન્ડર બહાર પાડ્યા છે, તેથી આ વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ હશે, જેને ફ્લોટિંગ સોલાર કહેવામાં આવશે. ખંડવા રાજ્યનો એકમાત્ર જિલ્લો બનશે જેમાં સોલાર, હાઇડલ અને થર્મલ સહિત ત્રણેય વસ્તુઓ હશે. દુબેએ કહ્યું, એક જ જિલ્લામાંથી 4000 મેગાવોટ કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે.

આ સોલર પેનલની ખાસ વાત એ છે કે તેના પર પાણીની વધઘટની કોઈ અસર નહીં થાય. તેપોતાની જાતે સપાટી પર તરતા રહેશે. મજબૂત ઉંચી લહેરો પણ સોલાર પેનલને  નુકસાન પહોંચાડી શકશે નહી.સૂર્યના કિરણોમાંથી સતત વીજળી ઉત્પન્ન થશે.

મધ્યપ્રદેશ સોલાર પાવર પ્રોજેક્ટ સ્થાપવામાં સતત રેકોર્ડ બનાવી રહ્યું છે. 1500 મેગાવોટના અગર-શાજાપુર-નીમચ સોલાર પાર્ક માટે તાજેતરની બિડિંગમાં દેશમાં સૌથી ઓછા સોલાર ટેરિફનો રેકોર્ડ સ્થાપિત થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp