સુરતમાં 15.50 લાખ લોકો વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે

PC: thestar.com

યુગો યુગોથી ભારતીય સંસ્કૃતિથી દેન સમા યોગને સમસ્ત વિશ્વએ સ્વીકાર કરીને 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે જાહેર કર્યો છે ત્યારે તા.21મી જુને સુરત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ શહેરના સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે સવારે 6.00 વાગે વનમંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાશે. સુરત જિલ્લામાં કુલ 15.50 લાખ લોકો યોગ ક્રિયામાં જોડાશે. સુરત મહાનગરપાલિકાના 58 જેટલા કમ્યુનીટી હોલ, ગાર્ડન ખાનગી પ્લોટ, ખાનગી સોસાયટીઓમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકા-નગરપાલિકાઓમાં મુખ્ય બે સ્થળોએ, ગ્રામ પંચાયત, સરકારી શાળાઓ, જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓ, દ.ગુ.યુનિવર્સિટી હસ્તકની કોલેજો ખાતેના કેન્દ્રો ઉપર યોગ શિબિર યોજાશે. યોગદિનની ઉજવણીમાં સમાજના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ-પદાધિકારીઓ તેમજ જિલ્લાની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ, વેપાર અને વાણિજ્ય સંસ્થાઓ, લાયન્સ કલબ વિગેરે સંસ્થાઓ જોડાશે. આ ઉપરાંત આબાલ-વૃદ્ધ સૌ કોઈ નાગરિકો મોટી સંખ્યામાં વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં જોડાવા સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp