ચીનમાં ટોય કાર લઇને ભરચક ટ્રાફિકમાં ઘૂસેલા બાળકને પોલીસે બચાવ્યો

ચીનના લિશુઇ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તારનો એક CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં ભરચક ટ્રાફિક વચ્ચે એક નાનકડો બાળક પોતાની ટોય કાર લઇને ઘૂસી ગયો હતો. ટ્રાફિકની વચ્ચે તે પોતાની કાર લઇને ચાલ્યો જતો હતો તેવા સમયે એક પોલીસે દોડીને તેને ઉંચકી લીધો હતો. સ્થાનિક મીડિયાએ એવી માહિતી આપી હતી કે વૂ ફેંગ નામનો આ પોલીસકર્મી પોતાના કામ માટે જતો હતો ત્યારે તેની નજર આ બાળક પર પડી અને તે તેને બચાવવા દોડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.