આપણા દેશમાં ફટાકડા મોગલો લાવ્યા હતા ?

PC: asiawebdirect.com

દીવાળી આવી છે, એક તરફ દિલ્હીમાં ફટાકડા ફોડવા નહી દેવા સામે કકડાટ છે, તો દેશમાં અન્યત્ર કાનફાડ ફટાકડા ફૂટતા રહે છે. આપણા દેશમાં ફટાકડા આવ્યા ક્યાંથી ?

લે આપણે આજે ફટાકડાને આપણી દીવાળીની ઉજવણી સાથે જોડીને તેને અદાલતના પ્રતિબંધ સામે કકળાટ કરીએ છીએ, પંરતુ દીવાળીમાં જ નહીં ફટાકડા ફોડવાનું ચલણ આપણે ત્યાં હતું જ નહીં. ચીનાઓ પ્રેતાત્મા કે દુર્ભાગ્યને દૂર ભગાડવા માટે ફટાકડા ફોડવાની પરંપરા અપનાવતા રહ્યા છે. આપણી દીવાળી તો દીવડા પ્રગટાવવાની અને રંગોળીની રહી છે. તો પ્રશ્ન એ થાય કે આપણે ત્યાં ફટાકડા આવ્યા ક્યાંથી ?
એમ મનાય છે કે આપણે ત્યાં ફટાકડા ફોડવાનું પ્રચલન 12મી સદીમાં બંગાળી બૌધ્ધ ધર્મગુરુ આતિશ દીપાંકરે શરૂ કર્યું હોવું જોઇએ. તેઓ ચીન, તિબેટ અને પૂર્વ

એશિયાના દેશોમાંથી દુર્ભાગ્યને બદલવા માટે ફટાકડા ફોડવાની પરંપરા શીખી લાવ્યાનું મનાય છે. હા, એ ખરું કે આપણે ત્યાં 2 હજાર વર્ષ પહેલાં વિશેષ રોશની અને અવાજ સાથે ફાટતા યંત્રોનું જ્ઞાન હતું. પૌરાણિક કથાઓમાં એ પ્રકારના યંત્રોનું વર્ણન જોવા મળે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં પણ એવા પાવડરનું વર્ણન છે, જે સળગે છે. તેને એક નળીમાં નાંખીને સળગાવવામાં આવે તો તે ફટાકડાની જેમ અવાજ કરે છે. આમ છતાં તહેવારમાં ફટાકડા ફોડવાનો કોઇ રિવાજ આપણે ત્યાં ન હતો. તહેવારો કે ઉત્સવ પર ધીના દીવા પ્રગટાવવાનો રિવાજનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં જોવા મળે છે.

1526માં કાબુલના સુલતાન બાબરે મોગલ સેના સાથે દિલ્હીના સુલતાન પર હુમલો કર્યો ત્યારે તોપનો ઉપયોગ તેણે કર્યો તો ભારતના સૈનિકો ગભરાઇ ગયા હતા. ઇતિહાસકારો માને છે કે જો ભારતમાં ફટાકડા ફૂટતા હોત તો સૈનિકો એ અવાજથી પરીચિત હોવાને કારણે ગભરાયા ન હોત. પરંતુ એમ થયું નહીં તેનો મતલબ એ કે આપણે ફટાકડાથી પરીચિત ન હતા. મોગલ સેનાએ વિજયને આતશબાજી તથા ફટાકડા ફોડીને વધાવી લીધો હતો. એ પછી આપણે ત્યાં ફટાકડા ફોડવાની પરંપરા શરૂ થઇ હતી.

કેટલાક એમ માને છે કે મોગલ આવ્યા તે પહેલાં ભારતમાં ફટાકડા ફોડાતા હતા. એના પુરાવા પણ છે. દારા શિકોહના એક પેઇન્ટિંગમાં લોકો ફટાકડા ફોડતા હોવાનું દેખાડાયું છે. ફિરોજશાહના જમાનામાં પણ આતશબાજી ઘણી થઇ હતી. એ વખતે શિકાર કરવા માટે ફટાકડાનો ઉપયોગ વધુ થતો હતો. મતલબ કે ભારતમાં ફટાકડા કઇ રીતે આવ્યા તેનો કોઇ સચોટ પુરાવા સાંપડતા નથી. એ ખરું કે દીવાળીમાં ફટાકડા ફોડવાની પરંપરા ન હતી, એ ચોક્કસ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp