લો બોલો: હવે ચંદ્ર ઉપર મોબાઈલ ટાવર મુકાશે!

PC: abc7.com

મોબાઈલ ક્ષેત્રે વિશ્વની દિગ્ગજ કંપની વોડાફોન, લક્ઝરી મોટરકાર કંપની ઓડી અને અવકાશયાત્રા માટે નાગરિકોને લઇ જવાનું સપનું સેવતી સ્પેસએક્સ આ ત્રણ કંપનીઓના ભંડોળની મદદથી જર્મનીનું સ્ટાર્ટઅપ પાર્ટ ટાઈમ સાયન્ટીસ્ટ હવે ચંદ્ર ઉપર મોબાઈલ ટાવર નાખવાનું વિચારી રહી છે.

વર્ષ ૧૯૬૯માં નીલ આર્મસ્ટ્રોંગ વિશ્વમાં પ્રથમ વ્યક્તિ હતો કે જેને ચંદ્ર ઉપર પગ મુક્યો પણ આ કંપની હવે ત્યાં મોબાઈલ ટાવર નાખવાનું વિચારી રહી છે. આ કંપનીનો વિચાર છે કે ઓડી દ્વારા બનાવવામાં આવેલા લુનાર રોવરની મદદથી ચંદ્ર ઉપર ટાવર મૂકી ત્યાંથી ડેટા પૃથ્વી ઉપર લાવી શકાય છે. જોકે, રોવરની અંદર જ ડેટા ફીડ ટ્રાન્સમીશનની ક્ષમતા છે પણ તેમાં બહુ ઉર્જાનો ઉપયોગ થાય છે. આ સ્ટાર્ટઅપ માને છે કે જો ચંદ્ર ઉપર 4G મોબાઈલનો ટાવર મુકવામાં આવે તો તેનાથી વીજળીની બચત થશે, રોવર વધારે કામ કરી શકશે અને ડેટા જલ્દી પૃથ્વી ઉપર પરત આવી શકશે.

એવી ગણતરી ચાલી રહી છે કે ચંદ્ર ઉપરથી જીવંત ડેટા ફીડ પૃથ્વી ઉપર આવી શકે.

એલન મસ્કની કંપની સ્પેસએક્સ દ્વારા ફાલ્કન – ૯ રોકેટ જયારે ચંદ્ર ઉપર છોડવામાં આવશે ત્યારે તેમાં આ સ્ટાર્ટઅપનો ટાવર પણ ચંદ્ર ઉપર લઇ જવામાં આવશે. આ ટાવર ત્યાં મુકવાથી ચંદ્ર સાથે સંપર્ક રાખવો સરળ બનશે અને નવા જે સ્પેસક્રાફ્ટ ચંદ્ર માટે રવાના થશે તેમાં સંદેશાવ્યવહારના સાધનોનો ખર્ચ પણ બચાવી શકાશે.
કંપનીએ રોકેટની વ્યવસ્થા કરી લીધી છે આ ઉપરાંત ઓડીના રોવર અને વોડાફોન પાસેથી ટાવર પણ ખરીદી લેવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૮માં ફાલ્કન રોકેટમાં કંપનીના ટાવરને ચંદ્ર ઉપર લઇ જવાનો વિચાર થઇ રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp