ઓબામાની જાતિવાદ વિરોધી ટ્વીટ બની ઈતિહાસની સૌથી વધુ પસંદ થયેલી ટ્વીટ

PC: twimg.com

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ચાર્લોટસવિલેમાં થયેલી હિંસા બાદ જાતિવાદ વિરોધી ટ્વીટ કરી હતી, જેમાં તેમણે રંગભેદનો વિરોધ કરનારા નેતા નેલ્સન મંડેલાના શબ્દો લખ્યા હતા. ઓબામાની આ ટ્વીટ ઈતિહાસમાં સૌથી વધુ પસંદ થયેલી ટ્વીટ બની ચૂકી છે. આ ટ્વીટને 3 મિલિયનથી વધારે લાઈક મળી ચૂકી છે. ઓબામાની ટ્વીટે પોપસ્ટાર એરિયાના ગ્રાંડેની ટ્વીટને બીજા ક્રમે પહોંચાડી હતી. તે ટ્વીટમાં એરિયાનાએ ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર વિસ્તારમાં તેના કોન્સર્ટ દરમિયાન થયેલા બોંબ વિસ્ફોટ અંગેનો ખેદ વ્યક્ત કર્યો હતો. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp