અમદાવાદમાં PM મોદી અને ઈઝરાયલ PM નેતાન્યાહૂનો રોડ શો યોજાશે

PC: facebook.com/narendramodi

દેશના PM મોદી અને ઈઝરાયલના PM નેતાન્યાહૂ આવતીકાલે એટલે કે બુધાવારે અમદાવાદ આવી રહ્યા છે ત્યારે બન્નેનો રોડ શો યોજવામાં આવ્યો છે. આ પહેલા PM મોદી અને જાપાનના PM શિન્જો આબેએ રોજ શો કર્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેકટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

અમદાવાદ એરોપોર્ટથી લઈને ગાંધી આશ્રમ અને ગાંધી આશ્રમથી એરપોર્ટ સુધીનો 14 કિમીનો રોડ શો યોજવામાં આવ્યો છે. બન્ને PMના રોજ શો માટે કડ સલામતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રોડ શો દરમિયાન 50 હજાર કરતાં વધુ લોકો જોડાશે એવો અનુમાન છે. એરપોર્ટથી કનિદૈ લાકિઅ શાહીબાગ આર્મી કેન્ટોનમેન્ટ, ડફનાળાથી રિવરફ્રન્ટ, સુભાષ બ્રિજ થઈ ગાંધી આશ્રમ સુધીના રૂટ આસપાસના વિસ્તારોમાં ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાબરમતી નદીમાં પણ સ્પેશિયલ ટૂકડીને ખડેપગે રાખવામાં આવશે.

અમદાવાદ ઉપરાંત ગામ પરગામ અને અન્ય શહેરોમાંથી આવનારા લોકો માટે 20 જેટલા એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યા છે. રોડ શોને સફળ બનાવવા માટે ભાજપ અને ગુજરાત સરકારે તડામાર તૈયારીઓ કરી છે. 

અમદાવાદ એરપોર્ટ પર જવા માટે આવતીકાલે સવારે 7થી 12 સુધી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. PM મોદી અને ઈઝરાયલના PM નેતાન્યાહૂ બુધવારે સવારે 10 વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવશે અને બપોરે 12 પરત રવાના થશે. એરપોર્ટ અને ગાંધીનગર જવા માટે સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી લોકોએ રિવરફ્રન્ટના બદલે વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા જણાવાયું છે. અમદાવાદ પોલીસે જાહેર કર્યું છે કે રિવરફ્રન્ટના પૂર્વ રોડનો ઉપયોગ કરવાના બદલે એસ.જી. હાઈવે, 132 ફૂટ રોડ, એસ.પી. રીંગ રોડ કે નારોલ-નરોડા રોડનો ઉપયોગ કરવાનો રહેશે. જ્યારે કોટ વિસ્તારમાંથી એરપોર્ટ જવા મેમ્કો ચાર રસ્તા, ગેલેકસી અંડરબ્રિજથી નોબલનગર ટી થઈ ઈન્દિરા બ્રિજ સર્કલથી તેમજ પશ્યિમ વિસ્તારમાંથી એપોલો સર્કલ, ઈન્દિરા બ્રિજના રસ્તાનો ઉપયોગ કરવા અમદાવાદ પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે. 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp