રોહિત શર્માનો ઇશારો... છેલ્લી મેચમાં IPL ડેબ્યુ કરશે અર્જૂન તેંદુલકર

PC: navbharattimes.indiatimes.com

રોહિત શર્માના એક સ્ટેટમેન્ટ પરથી ક્રિકેટ પંડિતો અનુમાન લગાવી રહ્યાં છે કે મુંબઈ ઇન્ડિયન્સની છેલ્લી મેચમાં જુનિયર તેંદુલકર એટલે કે સચિન તેંદુલકરનો દીકરો અર્જુન તેનું IPL ડેબ્યુ કરશે. અર્જુને હજી સુધી તેનું ડેબ્યુ નથી કર્યું. જોકે તે હંમેશાં ચર્ચામાં રહે છે. મુંબઈ ઇન્ડિયન્સની દરેક મેચ પહેલાં પ્લેઇંગ ઇલેવનમાં તેનું નામ શોધવામાં આવે છે. જોકે રોહિત દ્વારા કરવામાં આવેલા ઇશારા પરથી લાગે છે કે તે હવે છેલ્લી મેચમાં તેનું ડેબ્યુ જરૂર કરશે.

મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધીમાં અગિયાર મેચ રમી ચૂક્યું છે અને તેમણે અર્જુનને એક પણ ચાન્સ નથી આપ્યો. જોકે તેમણે કેટલાક નવા પ્લેયરને જરૂર ચાન્સ આપ્યો હતો. આથી 21 મેએ અર્જુનને ચાન્સ આપવામાં આવશે એવું લાગી રહ્યું છે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ પાસે હવે હારવા માટે કંઈ નથી કારણ કે એ પહેલેથી જ પ્લે ઓફમાંથી બહાર છે.

મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ટોસ જીત્યા બાદ રોહિત શર્માએ જે કહ્યું હતું એના પરથી લાગે છે કે અર્જુન હવે બહુ જલદી જ ડેબ્યુ કરશે. આ વિશે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે ‘અમે બે બદલાવ કર્યાં છે. રિતિક શૌકીન, કુમાર કાર્તિકેયની જગ્યાએ મયંક માર્કન્ડે અને સંજય યાદવને પસંદ કર્યા છે. અમે આ એક્સપેરિમેન્ટ્સ આગામી સીઝન માટે કરી રહ્યાં છીએ. અમે નવા વર્ષ માટે પ્લેયરને ઓળખવા માગીએ છીએ. કોર ગ્રુપ મેચ રમે એ જરૂરી છે. અમે મુંબઈ ટીમના કેટલાક પહલુઓને પારખવા માગીએ છીએ. આ પથી અમારી પાસે વધુ એક મેચ છે અને એમાં અમે ફરી કેટલાક પ્લેયને એક્સપેરિમેન્ટ્સ કરી શકીએ છીએ.’

રોહિતના આ સ્ટેટમેન્ટ્સથી સોશ્યલ મીડિયા પર એ ચર્ચા ચાલી રહી છે કે રોહિત આ મેચમાં અર્જુનને પસંદ કરી શકે છે. અર્જુનને ગયા વર્ષે જ મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા પસંદ કરવામાં આવ્યો હતો. તે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર છે. હવે, તે મેચ રમે કે નહીં અને રમે તો કેવું પ્રદશન કરે એ જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp