ધોની દુનિયાથી ઉંધો ચાલે છે, રાતે 3 વાગે પણ સંન્યાસ લઇ શકે છે: શોએબ અખ્તર

PC: aajtak.in

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2022ની સીઝનમાં વ્યસ્ત છે. તેમની કેપ્ટનશીપ હેઠળની ચેન્નઇ સુપર કિંગ્સ(CSK) ટીમ પ્લે ઓફની રેસમાંથી પણ બહાર થઇ ગઇ છે. સીઝનની અધવચ્ચે ફરીથી કેપ્ટનશીપ સંભાળી રહેલા ધોનીની ઉંમર 40 વર્ષને વટાવી ગઇ છે. તેમના કેટલાક ચાહકો અને ખેલ જગતના દિગ્ગજ ખેલાડીઓ પણ તેમની IPLમાંથી સન્યાસની વાતો કરી રહ્યાં છે.

ધોનીએ 15મી ઓગષ્ટ 2020ના રોજ અચાનક ઇંટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇને દરેકને ચૌંકાવી દીધા હતા. આ વર્ષે IPLની સીઝનમાં છેલ્લી મેચમાં કોમેન્ટેટર ડેની મોરિસને ધોનીને આ મુદ્દે સવાલ કર્યો હતો. તો તેમણે જવાબ આપ્યો હતો કે, ‘શું આ તમારી છેલ્લી મેચ છે? તો ધોનીએ તેનો જવાબ આપતા કહ્યું કે, ના આ મારી છેલ્લી મેચ નથી.’

આ મુદ્દે ધોનીના રિટાયરમેન્ટ વિશે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અક્તરનું એક મોટું સામે નિવેદન આવ્યું છે. તેમણે સ્પોર્ટ્સકીડાને કહ્યું હતું કે, ‘મને ધોનીનું લાગે છે કે તે અડધી રાતે પણ રિટાયરમેન્ટ લઇ શકે છે. ધોનીનું કંઇ કહી શકાય એવું નથી. કોઇ તેના વિશે કહી ન શકે કે તે ક્યારે શું કરશે. ધોની મનમોજી માણસ છે. તેનો મતલબ એ નથી કે જે જાણીજોઇને આવું કરી રહ્યો છે, આ તેની એક આદત જ છે.’

અખ્તરે કહ્યું કે, ‘તે પોતાની દુનિયામાં જ રહે છે, તે પોતાની દુનિયામાં જ ઉઠે અને જાગે છે. રાતે 3 વાગે તેને વિચાર આવે કે મારે રિટાયર થઇ જવું જોઇએ, તો તે રિટાયરમેન્ટ લઇ લેશે. ધોની દુનિયાથી ઉંધો ચાલે છે. તે પોતાની મર્જી પૂર્વક જ ચાલે છે. મને લાગે છે કે સમય આવશે ત્યારે તે તરત જ નિર્ણય લઇ લેશે. જો તેની મર્જી હશે તો તે આવતી સીઝન પણ રમી લેશે. તે મેંટર અથવા તો હેડ કોચ પણ બની શકે છે. આ બધા નિર્ણયો ધોની પર નિર્ભર કરે છે.’

IPLની આ સીઝનમાં ટૂર્નામેન્ટના બે દિવસ પહેલા જ ધોનીની જગ્યાએ રવીંદ્ર જાડેજાને CSK ટીમની કેપ્ટનશીપ સોંપાઇ હતી. તેની કેપ્ટનશીપ હેઠળ ટીમ શરૂઆતની 8 મેચમાંથી ફક્ત 2 જ મેચ જીતી શકી છે. ત્યારે જાડેજાએ કેપ્ટનશીપ છોડી ફરીથી ધોનીને સોંપી હતી. આ મુદ્દે પણ અક્તરે કહ્યું કે, ‘મને ચેન્નઇની ટીમનું મેનેજમેન્ટ ગંભીર નથી લાગી રહ્યું. જો ધોની નથી રમવાનું છોડી દેશે તો ટીમ પાસે કંઇ જ બચશે નહી. તેણે અચાનક જ જાડેજાને કેપ્ટનશીપ કેમ સોંપી, તેને જવાબ ફક્ત ધોની જ આપી શકે છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp