26th January selfie contest

IPL સટ્ટાબાજીનુ ભૂત ફરી ધુણ્યું: કેટલાક સરકારી અધિકારીઓની પણ સંડોવણી

PC: business-standard.com

CBIએ શનિવારે IPL સટ્ટાખોરીને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. CBIએ કહ્યું કે 2019માં IPL ટુર્નામેન્ટમાં મેચના પરિણામો ઉપર અસર કરવા માટે સટ્ટાબાજીનુ નેટવર્ક પાકિસ્તાનથી મળેલા ઈનપુટના આધારે કામ કરતા હતા. તપાસ એજન્સીએ કહ્યું કે, આ આખા નેટવર્કને પાકિસ્તાનથી ઓપરેટ કરવામાં આવતું હતું.   

CBIને આ મુદ્દે એક કેસ પણ દાખલ કર્યો છે. 3 વ્યક્તિની મેચ ફિક્સિંગ અને સટ્ટાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. CBIએ દિલ્લી, જોધપુર, હૈદ્રાબાદ અને જયપુરમાં 7 જગ્યાએ દરોડા પાડ્યા હતા.

દરોડા પાડીને 2019 IPL ફિક્સીંગમાં સંડોવાયેલ સિન્ડીકેટને ખુલ્લો પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આરોપ છે કે, આ સિઝનમાં પાકિસ્તાનથી IPL મેચના પરિણામોને અસર કરવામાં આવી રહી હતી. CBIએ FRIમાં દિલીપ કુમાર, ગુરરામ સતિશ, ગુરરામ વાસુ સજ્જન સિંહ, પ્રભુ લાલ મિળા, રામ અવતાર અને અમિત કુમાર શર્માને આરોપી બનાવ્યા છે. આ ઉપરાંત અન્ય કેટલાક અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

CBI આખા ભારતના સટ્ટાબાજી નેટવર્કની તપાસ કરી રહી છે. જેનો પાકીસ્તાન સાથે સીધો સંબંધ છે. અનેક શહેરોમાં અનેક લોકો તપાસના દાયરામાં છે. જો કે, હજુ સુધી તપાસ એજન્સી દ્વારા કયા મેચના પરિણામોને અસર કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા તે કહેવામાં આવ્યું નથી.

16 મે 2013માં IPL 6 દરમિયાન દિલ્લી પોલીસે સ્પોટ ફિક્સિંગના આરોપમાં શ્રીસંત અને રાજસ્થાન રોયલ્સના બે અન્ય ખેલાડીઓ અજીત ચંડીલા અને અંકિત ચવ્હાણને મુંબઈથી પકડવામાં આવ્યા હતા. શ્રીસંતના પિતરાઈ ભાઈ અને ગુજરાત અન્ડર-22ના ખેલાડી રહી ચુકેલા જીજુ જનાર્દને આ સ્પોટ ફિક્સીંગમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

IPL સટ્ટાબાજીમાં CBIના 5 મોટા ખુલાસા

1- CBIએ જણાવ્યું કે, IPLમાં સટ્ટાબાજી દરમિયાન હવાલા દ્વારા પૈસાની લેવડ-દેવડ કરવામાં આવતી હતી.

2- કેટલાક લોકો મળીને આખા ભારતમાં નેટવર્ક ચલાવતા હતા, જેને કારણે લોકોને IPL સટ્ટાબાજી તરફ દોરવામાં આવતા હતા.

3- સટ્ટાબાજ વકાસ માલિક નામના એક પાકીસ્તાન નાગરિકના સંપર્કમાં હતો, જેનો નંબર શરૂઆતની તપાસમાં પહેલાથી જ ટ્રેસ કરવામાં આવ્યો છે.

4- આ નેટવર્ક 2013થી સટ્ટાબાજીમાં સંડોવાયેલું છે. તેઓ વચ્ચે લગભગ 10 કરોડ રૂપિયાની લેવળ-દેવળ થઇ હતી.

5- સટ્ટાબાજોએ ખોટી ઓળખાળ દ્વારા બેંક અકાઉન્ટ ખોલાવ્યા હતા ને અજાણ્યા બેંક અધિકારીઓની મિલીભગતથી ગ્રાહકોના દસ્તાવેજો બનાવ્યા હતા. આ બેંક એકાઉન્ટ ખોટા ડોકયુમેન્ટના આધારે ખોલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp