IPLમા સટ્ટાબાજી રોકવા માટે BCCIએ અપનાવ્યો આ રસ્તો

PC: odishatv.in

BCCIએ આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝન દરમિયાન સટ્ટેબાજી અને અન્ય ભ્રષ્ટ ગતિવિધિઓને રોકવા માટે બ્રિટન સ્થિત કંપની સ્પોર્ટડાર સાથે કરાર કર્યો છે. જે પોતાની છેતરપિંડી તપાસ પ્રણાલી (FDS) દ્વારા સેવાઓ આપશે. IPLની 13મી સિઝન ખાલી સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. એવામાં અજીત સિંહની આગેવાનીવાળી BCCI ભ્રષ્ટાચાર નિરોધક એકમ (ACU) સામે અલગ પ્રકારનો પડકાર હશે, કારણ કે કેટલીક રાજ્યસ્તરીય લીગ દરમિયાન સટ્ટેબાજી સાથે સંકળાયેલી છેતરપિંડી વધી છે અને લોભમણી પ્રતિયોગિતા દરમિયાન સટ્ટેબાજી વધવાની સંભાવના છે. IPLના એક અધિકારીએ એક સમાચાર એજન્સીને કહ્યું હતું કે, ‘હાં, BCCIએ આ વર્ષે IPL માટે સ્પોર્ટડાર સાથે કરાર કર્યો છે.

તેઓ ACU સાથે મળીને કામ કરશે અને પોતાની સેવાઓ પ્રદાન કરશે. તેમણે કહ્યું કે, સ્પોર્ટડારે હાલમાં જ ગોવા ફૂટબોલ લીગની અડધી ડઝન મેચોને શંકાસ્પદ ઘેરામાં રાખી હતી. તેઓ વિશ્વ ફૂટબોલ સંસ્થા (FIFA), યુરોપીય ફૂટબોલ સંસ્થા (UFA) અને વિશ્વભરની વિભિન્ન લીગ સાથે કામ કરી ચુક્યા છે. BCCI, ACUને હાલમાં જ તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) સહિત રાજ્યસ્તરીય T20 લીગ દરમિયાન સટ્ટેબાજીના અલગ અલગ નમૂનાઓની જાણકારી મળી હતી. અલગ પ્રકારના દાવ લગાવવાના કારણે એક મુખ્ય સટ્ટા કંપનીએ દાવ લગાવવાનો બંધ કરી દીધો હતો. સ્પોર્ટડાર અનુસાર, છેતરપિંડી તપાસ પ્રણાલી (FDS) એક વરિષ્ઠ સેવા છે, જે રમતોમાં સટ્ટેબાજી સંબંધિત હેરાફેરીની જાણકારી મેળવે છે. એ એટલા માટે શક્ય થઈ શકે છે કારણ કે, FDS પાસે મેચ ફિક્સિંગના ઉદ્દેશ્યથી લગાવવામાં આવનારી બોલીઓને સમજવા માટે ઉપરોક્ત પ્રણાલી છે.

સ્પોર્ટડાર અનુસાર, છેતરપિંડી તપાસ પ્રણાલી (FDS) એક વિશિષ્ટ સેવા છે, જે રમતોમાં સટ્ટેબાજીની જાણકારી મેળવે છે. ઉલ્લેખનીય છે કે, લાંબા સમય સુધી રાહ જોયા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સિઝનનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે અને પરંપરા અનુસાર, હાલની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ 19 સપ્ટેમ્બરે અબુધાબીમાં પહેલી મેચમાં ગયા વર્ષની ઉપ-વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે રમશે. ભારતમાં COVID-19ના કેસો વધવાના કારણે વિશ્વની સૌથી મોટી T20 લીગનું આયોજન આ વર્ષે સંયુક્ત અરબ અમીરાત (UAE)ના ત્રણ સ્થળો દુબઈ, અબુધાબી અને શારજહાંમાં કરવામાં આવશે. ટૂર્નામેન્ટની ઉદ્દઘાટન મેચ બાદ બીજા દિવસે દુબઈમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ સામસામે હશે, જ્યારે 21 સપ્ટેમ્બરે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. શારજહામાં પહેલી મેચ 22 સપ્ટેમ્બરે રાજસ્થાન રોયલસ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp