BCCIએ IPLથી કરી 4000 કરોડની કમાણી, આટલા ટકાથી વધુની રહી વ્યુઅરશીપ

PC: sports.ndtv.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સંયુક્ત અરબ અમીરાતમાં IPLથી 4000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એટલું જ નહીં પરંતુ ગઈ સીઝનના મુકાબલે IPL 2020ની ટીવી વ્યુઅરશીપ 25 ટકાથી વધુની રહી હતી. IPL દરમિયાન 1800 લોકોના 30,000થી વધુ RT-PCR કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સૌથી ખાસ વાત એ રહી છે કે IPL શરૂ થયા કોરોના સંક્રમણનો કોઈ કેસ સામે આવ્યો નથી.

BCCIના અધિકારી અરુણ ધૂમલના કહેવા પ્રમાણે, આ હાઈ-પ્રોફાઈલ ટી20 લીગના અંતમાં આ રિપોર્ટ કાર્ડ છે. આઈપીએલ પણ આ વર્ષની ભારતની પહેલી મોટી ટુર્નામેન્ટ હતી, કારણ કે કોવિડ-19નો પ્રકોપ ફેબ્રુઆરીથી આખી દુનિયામાં ફેલાવા લાગ્યો હતો. પરંતુ ધૂમલે ટુર્નામેન્ટથી પ્રાપ્ત રાજસ્વ અને દર્શકોની સંખ્યના બ્રેક-અપને લઈને ચર્ચા કરી નથી. આ ટુર્નામેન્ટ કોરોનાવાયરસ મહામારીના કારણે સ્ટેન્ડમાં દર્શકો વગર આયોજિત કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આયોજકોએ 2017માં 16,347 કરોડ રૂપિયાની મોટી રકમ સાથે બ્રોડકાસ્ટ અને મીડિયા રાઈટ્સને લઈને ડીલ સાઈન કરી હતી.

ભારતમાં કોવિડ-19 ના પ્રકોપને કારણે 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન દુબઈ, અબુધાબી અને શાહરજાહમાં IPL 2020નું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધૂમલે ઈન્ડિયન એક્સપ્રેસને બતાવ્યું હતું કે, ટુર્નામેન્ટમાં મુશ્કેલીથી બે મહિનાનો સમય બચ્યો હતો અને વર્લ્ડ નંબર ટેનિસ ખિલાડી નોવાક જોકોવિચને કોરોના પોઝીટીવ હોવાની ખબર આવી હતી. આ ન્યૂઝ વાંચીને અમે અસમંજસમાં પડી ગયા હતા કે આગળ શું કરવું.

ધૂમલે કહ્યું હતું કે, તે લોકોનો તર્ક હતો કે જો કોઈ ખિલાડીની સાથે કંઈ થઈ જાય તો. IPL લગભગ ત્રણ મહિના ચાલશે. પરંતુ જય શાહે કહ્યું હતું કે IPLનું આયોજન કરવામાં આવે. ગયા વર્ષની સરખામણીએ બોર્ડ આશરે 35 ટકા જેટલો કાપ મૂકવામાં સફળ રહ્યું હતું. આ મહામારી વચ્ચે પણ અમે 4000 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જ્યારે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ટીવી દર્શકોની સંખ્યા લગભગ 25 ટકા જેટલી વધુ રહી હતી. IPLની આ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ છોડીને બાકીની ટીમનો જોઈએ તેવું પ્રદર્શન રહ્યું ન હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ પહેલી ટીમ હતી જે પ્લેઓફની રેસમાંથી બહાર નીકળી ગઈ હતી. છેલ્લે મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત ટાઈટલ મેળવવામાં સફળ રહ્યું હતું.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp