26th January selfie contest
BazarBit

BCCIના ટ્રેજરરે જણાવ્યું IPL 2020 ન થવા પર કેટલું નુકસાન થશે

PC: wisden.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું છે કે, જો આ વર્ષે IPL લીગનું આયોજન નહીં થાય તો BCCIને 4000 કરોડ રૂપિયાનું ભારેભરખમ નુકસાન થશે. ધૂમલને COVID-19ના કારણે ક્રિકેટ ઠપ્પ થવાથી BCCIને થઈ રહેલા નુકસાન બાબતે પૂછવામાં આવતા ક્રિકબઝ (Crickbuzz)ને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, અમે તેનું આંકલન ત્યારે જ કરી શકીશું જ્યારે ક્રિકેટ શરૂ થશે. હાલમાં દરેક દ્વિપક્ષીય સીરિઝ ન થવાના કારણે અમને નુકસાન થઈ રહ્યું છે. જો આપણે આ વખતે IPLનું આયોજન નહીં કરી શકીએ તો આપણને લગભગ 4000 કરોડ રૂપિયાનું આવકમાં નુક્સાન થશે.

વૈશ્વિક મહામારી બની ચુકેલો કોરોના વાયરસ COVID-19ના કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે જે હાલમાં 17 મે સુધી ચાલશે. આ દરમિયાન રમતની ગતિવિધિયો ઠપ્પ પડી ગઈ છે અને IPLના 13માં સત્રને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. IPL 29 માર્ચથી શરૂ થવાની હતી પરંતુ પહેલા લોકડાઉનના કારણે તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી અને 14 એપ્રિલે લોકડાઉન 3 મેં સુધી વધારી દેવામા આવતા બીજા દિવસે BCCIએ IPLને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દીધી હતી.

ધૂમલે કહ્યું કે, BCCI માટે ક્રિકેટરોનું સ્વાસ્થ્ય અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે. એકવાર જો કોઈ અવસર મળે અને કોઈ વિન્ડો રહે તો અમે IPL કરવા ઇચ્છીશું. ICCનો આઠ વર્ષનો ભવિષ્યનો પ્રવાસ કાર્યક્રમ છે, જે વર્ષ 2023 સુધી ચાલશે. તેમણે કહ્યું કે, હાલમાં દરેક ક્રિકેટ બોર્ડ કોરોનાના કારણે સંઘર્ષ કરી રહ્યા છે. દરેકે આ બાબતે વિચારવું પડશે કે ક્રિકેટને કઈ રીતે ફરી લાવી શકાય અને કઈ રીતે પોતાના નુકસાનની ભરપાઈ કરી શકાય. કારણ કે દરેક બોર્ડને નુક્સાન થશે. એકવાર ક્રિકેટ શરૂ થઈ જાય તો અમે દરેક બોર્ડ સાથે વાત કરીશું અને એકબીજાની મદદ કરીને વિશ્વ ક્રિકેટને ફરી શરૂ કરીશું.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp