26th January selfie contest
BazarBit

IPLમાં ચીની કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો, ચીનને નહીં: BCCI ટ્રેઝરર

PC: indiatimes.com

BCCI આવતી સીઝન માટે પોતાની પ્રયોજન નીતિની સમીક્ષા માટે તૈયાર છે, પણ IPLના હાલના ટાઈટલ સ્પોન્સર Vivo સાથે કરાર ખતમ કરવાનો કોઈ ઈરાદો નથી અને બોર્ડના ટ્રેઝરી અધ્યક્ષ અરુણ ધૂમલનું કહેવું છે કે, IPLમાં ચાઈનીઝ કંપનીથી આવી રહેલા પૈસાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે, ચીનને નહીં.

સીમા પર ગલવાનમાં બંને દેશોની વચ્ચે સૈન્ય તણાવ પછી ચીન વિરોધી વાતાવરણ ગરમાયુ છે. ચાર દશકાથી વધારે સમયમાં પહેલીવાર ભારત અને ચીન સીમા પર થયેલી હિંસામાં 20 ભારતીય જવાનો શહીદ થયા છે. ત્યાર પછીથી દેશમાં ચીનના સામાનોના બહિષ્કારની માગ કરવામાં આવી રહી છે. અરુણ ધૂમલે જોકે કહ્યું છે કે, IPL જેવા ભારતીય ટૂર્નામેન્ટો માટે ચીનની કંપનીઓ દ્વારા સ્પોન્સરશીપ મળવાથી દેશને જ ફાયદો થઈ રહ્યો છે. BCCIને Vivoથી વાર્ષિક 440 કરોડ રૂપિયા મળે છે, જેની સાથેનો પાંચ વર્ષનો કરાર 2022માં ખતમ થશે.

ધૂમલે કહ્યું, સંવેદનશીલ થઈને વાત કરીએ તો તર્ક પાછળ રહી જાય છે. આપણે સમજવાનું રહેશે કે આપણે ચીનના હિત માટે ચીનની કંપનીના સહયોગની વાત કરી રહ્યા છે કે ભારતના હિત માટે ચીનની કંપનીની મદદ લઈ રહ્યા છે. તેમણે કહ્યું, જ્યારે આપણે ભારતમાં ચીનની વસ્તુઓને વેચવાની પરવાનગી આપીએ છે તો જે પણ પૈસા તેઓ ભારતીય ગ્રાહકો પાસેથી લઈ રહ્યા છે, તેમાંથી અમુક BCCIને બ્રાન્ડના પ્રચાર માટે આપી રહ્યા છે અને બોર્ડ ભારત સરકારને 42 ટકા ટેક્સ ચૂકવી રહ્યું છે. તેનાથી ભારતને જ ફાયદો થઈ રહ્યો છે, ચીનને નહીં.

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી ચીનની મોબાઈલ કંપની Oppo ભારતીય ટીમની સ્પોન્સર હતી, પણ ત્યાર પછી બેંગલોર સ્થિત શૈક્ષણિક સ્ટાર્ટ અપ બાયજૂએ ચીનની કંપનીની જગ્યા લઈ લીધી છે. ધૂમલે કહ્યું કે, તેઓ ચીનના ઉત્પાદનો પર નિર્ભરતા ઓછી કરવાના પક્ષમાં છે, પણ જ્યાં સુધી તેમને ભારતમાં વ્યવસાય કરવાની પરવાનગી છે, IPL જેવા ભારતીય બ્રાન્ડનું તેમના દ્વારા સ્પોન્સર કરવા પાછળ કંઇ પણ ખોટું નથી.

જણાવી દઈએ કે, 15-16 જૂનના રોજ ભારત-ચીન સીમા પર બંને સેનાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં ભારતીય સેનાના 20 જવાનો શહીદ થયા હતા. ત્યાર પછીથી દેશમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવાનું વાતાવરણ ઉગ્ર બની રહ્યું છે. #BoycottChina ભારતમાં ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp