IPL 2020: આ તારીખથી રમાશે ઈન્ડિયન પ્રીમિયર લીગ, BCCIએ કરી પુષ્ટિ

PC: googleusercontent.com

હવે એ ચોખવટ થઇ ગઇ છે કે, જે લીગની સૌથી લાંબા સમયથી રાહ જોવાઇ રહી હતી, તે UAEમાં આયોજિત કરવામાં આવશે. બસ તેની ઓફિશ્યલ જાહેરાત થવાની વાર છે. તો હવે IPLના શેડ્યૂલને લઇને પણ જાણકારી સામે આવી ગઇ છે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે IPLની તારીખોને લઇને પુષ્ટિ કરી દીધી છે. IPL સંચાલન પરિષદની બેઠક આવતા અઠવાડિયે થશે, જેને અંતિમ રૂપ આપવાની સાથે કાર્યક્રમને મંજૂરી પણ આપી દેવામાં આવશે. આ બેઠકમાં ઘણાં અન્ય મુદ્દાઓને પણ અંતિમ રૂપ આપવામાં આવશે. જાણ થઇ છે કે, BCCIએ પોતાની આ યોજનાને લઇ IPLની ટીમોને જાણ પણ કરી દીધી છે.

IPLના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યું કે, Indian Premier League 2020, 19 સપ્ટેમ્બર 2020થી સંયુક્ત અરબ અમીરતમાં શરૂ થશે અને ફાઇનલ 8 નવેમ્બરના રોજ રમાશે. BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, સંપૂર્ણ સંભાવના છે કે, Indian Premier League 2020 19 સપ્ટેમ્બર શનિવારથી શરૂ થશે અને ફાઇનલ 8 નવેમ્બર રવિવારના રોજ રમાશે. આ રીતે લીગ 51 દિવસ સુધી ચાલશે અને તે ફ્રેન્ચાઈઝી અને પ્રસારકો ઉપરાંત અન્ય હિતધારકોના અનુકૂળ રહેશે.

ઉલ્લેખનીય છે કે, ICCએ ઓક્ટોબર નવેમ્બરના રોજ થનારા T20 વર્લ્ડ કપને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. માટે જ Indian Premier League 2020નું આયોજન સંભવ થઇ શક્યું છે. પણ BCCI તેને એક અઠવાડિયા પહેલા શરૂ કરવા માગે છે, જેથી ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર કોઇ અસર પડે નહીં.

અધિકારીએ કહ્યું છે કે, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સરકારના નિયમો અનુસાર ત્યાં પહોંચવા પર 14 દિવસ સુધી ક્વોરેન્ટાઇન રહેવું પડશે. જેમાં મોડુ થવાથી પરેશાની થઇ શકે છે. આ 51 દિવસના કાર્યક્રમમાં સારી વાત એ રહેશે કે આમાં એક દિવસમાં બે મેચોનું આયોજન ઓછું રહેશે. 7 અઠવાડિયા સુધી ટૂર્નામેન્ટ ચાલવાથી પાંચ દિવસમાં બે મેચોના આયોજનના મૂળ કાર્યક્રમ પર રહી શકીએ છીએ. દરેક ટીમને અભ્યાસ માટે એક મહિનાના સમયની જરૂર પડશે અને એવામાં ફ્રેન્ચાઇઝી 20 ઓગસ્ટ સુધી આયોજન સ્થળો પર પહોંચી જશે. જેમાં તેમને તૈયારી માટે 4 અઠવાડિયાનો સમય મળી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp