IPL રદ્દ થવા પર પણ મળશે ધોનીને એક છેલ્લી તક, નાનપણના કોચનો દાવો

PC: indiatvnews.com

કોરોના વાયરસના કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મહેન્દ્ર સિંહ ધોનીની વાપસી થશે એવા કોઈ એંધાણ દેખાઈ રહ્યા નથી. પણ ધોનીના નાનપણના કોચ કેશવ રંજન બેનર્જીને આશા છે કે તે ભારત માટે ટી20 વર્લ્ડ કપની ટીમમાં જગ્યા બનાવી લેશે. IPL 29 માર્ચથી શરૂ થવાની હતી, પણ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તેની સાથે જ 21 દિવસના લોકડાઉનની વચ્ચે IPL રદ્દ થશે તેના પૂરા એંધાણ છે.

38 વર્ષીય ધોની ગયા વર્ષે જુલાઈમાં વર્લ્ડ કપ સેમીફાઈલનમાં ભારતની હાર બાદથી ક્રિકેટથી દૂર છે. બેનર્જીએ રાંચીના એક પ્રેસ ટ્રસ્ટને કહ્યું કે, મોજૂદમાં જે પરિસ્થિતિ છે તેને જોતા લાગી રહ્યું છે કે IPL રમાશે નહીં. આપણે BCCIના નિર્ણયની રાહ જોવી પડશે.

ધોનીની સ્થિતિ કઠિન છે, પણ મને વિશ્વાસ છે કે તેને ટી20 વિશ્વ કપમાં રમવાની તક મળશે. જે તેનો છેલ્લો વિશ્વ કપ રહેશે. બેનર્જીએ કહ્યું, તેના ચેન્નઈથી પરત ફર્યા બાદ મેં તેની સાથે વાત કરી અને હું તેના માતા-પિતા જોડે સતત સંપર્કમાં છું. તે ફિટનેસ ટ્રેનિંગ કરી રહ્યો છે અને સંપૂર્ણ રીતે ફિટ છે.

ભારતના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પહેલેથી જ કહી દીધું હતું કે, IPL દ્વારા ધોનીના ભાવિ અંગેનો નિર્ણય લેવાશે. IPL રદ્દ થવાના એંધાણની વચ્ચે સુનીલ ગાવસ્કર અને વિરેન્દર સેહવાગ જેવા દિગ્ગજ ખેલાડીઓએ બે વાર વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનની વાપસી અંગે સવાલ ઊભા કર્યા હતા.

બેનર્જીએ કહ્યું કે, એ સાચું છે કે તેમણે જુલાઈથી કોઈ ક્રિકેટ રમી નથી. પણ તેમની પાસે 538 આંતરરાષ્ટ્રીય મેચોનો અનુભવ છે. રાંચીમાં બધું જ બંધ છે પણ ધોની તેના ઘરે ફિટનેસ ટ્રેનિંગ લઈ રહ્યો છે. તેમની પાસે જીમ, બેડમિન્ટન કોર્ટ અને રનિંગ કોરિડોર બધું જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp