વિદેશમાં થઇ શકે છે IPL, ગાંગુલીએ કહ્યુ- ભારતમાં IPLનું આયોજન મુશ્કેલ

PC: thequint.com

BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મયંક અગ્રવાલ સાથે લાઇવ ચેટ દરમિયાન IPL 2020 અને કોરોના વાયરસને લઇ પોતાનો વિચાર રજૂ કર્યો છે. ગાંગુલીએ કહ્યું કે, જ્યાં સુધી આ બીમારીની વેક્સિન આવી ન જાય આપણે સાવચેત રહેવાની જરૂર છે. આવનારા 3-4 મહિનાઓ ઘણાં મુશ્કેલીભર્યા રહેવાના છે. આપણે આ રીતે જ પરિસ્થિતિનો સામનો કરતા રહેવું પડશે. ભારતના પૂર્વ કેપ્ટને કહ્યું કે, વેક્સિનના આવ્યા પછી જ પરિસ્થિતિ પહેલા જેવી સામાન્ય બનશે. ગાંગુલીને આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કે આવતા વર્ષની શરૂઆતમાં સ્થિતિ સામાન્ય બનશે.

સૌરવ ગાંગુલીએ માન્યું કે, કોરોના વાયરસ હજુ ખતમ થવાનો નથી. મયંક અગ્રવાલ સાથેની લાઇવ ચેટ દરમિયાન ગાંગુલીએ માન્યું કે હાલમાં આપણે સંપૂર્ણ રીતે સાવચેતી રાખવાની જરૂર છે. વેક્સિનના આવ્યા પછી જ સ્થિતિ સારી થશે.

જણાવી દઈએ કે, હાલમાં જ ન્યૂઝીલેન્ડે IPL 2020ની યજમાનીની ઓફર BCCIને કરી હતી. આ પહેલા શ્રીલંકા અને UAE પહેલેથી જ BCCIને તેમને ત્યાં IPL 2020 કરાવવાને લઇ પોતાની મંજૂરી આપી ચૂક્યા છે. પણ જે રીતે BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કોરોના વાયરસને લઇ પોતાના વિચાર રજૂ કર્યા છે, તેના દ્વારા તો એ જ લાગી રહ્યું છે કે ભારતમાં IPL 2020નું આયોજન મુશ્કેલ જ છે. સૂત્રો અનુસાર, BCCI સપ્ટેમબર કે નવેમ્બરની વચ્ચે IPL 2020નું આયોજન કરવા માગે છે. પણ હજુ સુધી ICC T20 ક્રિકેટ વર્લ્ડ કપને લઇ કોઇ નિર્ણય લેવાયો નથી.

BCCI નજર રાખી રહી છે કે આ વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન કયા સમયે કરી શકાય છે. આ ઉપરાંત IPL ભારતમાં કરાવવામાં આવે કે વિદેશમાં તેને લઈ પણ ચર્ચા થવા લાગી છે. ભારતમાં ચાલી રહેલા હેલ્થ ક્રાઇસિસને કારણે IPL અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

જણાવી દઈએ કે, ICC 10 જુલાઇના રોજ એક બેઠક કરવા જઇ રહી છે. જેમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપના આયોજન અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. જો ખબરોની માનીએ તો ICC T20 ક્રિકેટ વર્લ્ડને સ્થગિત કરવાનું મન બનાવી બેઠી છે.

ઉલ્લેખનીય છે કે, IPL 2020 ભારતમાં પહેલા 29 માર્ચના રોજ શરૂ થવાની હતી, પણ તે સમયે દેશમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા તેને એપ્રિલ 15 સુધી સ્થગિત કરવામાં આવી હતી. જોકે, ત્યાર પછી તેને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp