26th January selfie contest
BazarBit

કોરોનાના ખૌફ વચ્ચે IPLનું શું થશે, જાણો ગાંગુલીએ શું કહ્યું

PC: google.com

કોરોના વાયરસના પ્રકોપના કારણે ભારતની લોભામણી અને દુનિયાની સૌથી મોટી T20 લીગનું આયોજન 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. BCCIએ ફ્રેન્ચાઈઝીઓ સાથે બેઠક કરી હતી. તેમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ મહિનાના અંત સુધી ‘રાહ જુઓ’ની નીતિ પર ચાલીશું. IPLનો નિર્ણય આ મહિનાના અંતમાં લેવામાં આવશે. BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે, કોરોનાના પ્રકોપના કારણે 15 એપ્રિલ સુધી સ્થગિત IPL જો રમાશે તો નાની હશે પણ શરત છે કે પરિસ્થિતિમાં સુધારો આવે.

આમ પણ 15 દિવસ શરૂ થઈ ચુક્યા છે. IPL નાની કરવી પડશે, એમ હું નથી કહી શકતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચોની સીરિઝ રદ્દ થયા અને IPL સ્થગિત થયાના નિર્ણયના એક દિવસ પછી ગાંગુલીએ જણાવ્યું હતું કે, અમે આગળ પણ સ્થિતિ પર નજર રાખીશું. અમારા માટે સુરક્ષા સર્વોપરી છે. અમે હાલની સ્થિતિ અને સરકારના નિર્દેશોને ધ્યાનમાં લઈને ઘરેલુ મેચ પણ સ્થગિત કરી દીધી છે.

ફ્રેન્ચાઈઝી માલિકો અને BCCIના ટોચના અધિકારીઓ વચ્ચે થયેલી બેઠકમાં IPL નાની કરવા સહિત સાત વિકલ્પો પર વાત થઈ હતી. ગાંગુલીએ કહ્યું હતું કે, અમે ફ્રેન્ચાઇઝી માલિકો સાથે મુલાકાત કરી અને કહ્યું કે IPL કઈ રીતે થઈ શકે છે અને આ સમયે શું સ્થિતિ છે. હાલમાં IPL સ્થગિત થઈ છે. અમે દર અઠવાડિયે હાલાતોની સમીક્ષા કરીશું. આ બાબતે કામ કરવું પડશે. અમે IPL યજમાની કરવા માંગીએ છીએ, પરંતુ સુરક્ષાને નજરઅંદાજ નહીં કરી શકીએ. 

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 105 કેસો સામે આવી ચુક્યા છે અને બે લોકોના મોત પણ થઈ ચુક્યા છે. દુનિયાભરમાં 5000થી વધારે લોકોના મૃત્યુ થઈ ચુક્યા છે, જ્યારે 1,50,000 નજીક લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. વૈકલ્પિક યોજના બાબતે પૂછતા તેમણે કહ્યું હતું કે, અત્યારે કશું જ કહી શકુ નહીં, એક અઠવાડિયાનો સમય આપો, જોઈએ શું થાય છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp