ભજ્જીના મતે IPLમા આ બે ટીમો વચ્ચે ભારત પાકિસ્તાન જેવી મેચ થાય છે

PC: essentiallysports.com

ભારતીય ઓફ સ્પીનર હરભજન સિંહે IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની હરિફાઈને બિલકુલ ભારત-પાકિસ્તાન મેચ જેવી ગણાવી છે. IPLમાં આ બે ટીમો માટે રમી ચુકેલા ટર્બનેટરે કહ્યું કે, જ્યારે તેણે પહેલીવાર CSKની જર્સી પહેરી હતી, તો ઘણું અજીબ લાગ્યું હતું. એક દશક સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે રમાનારો અને ટીમનો કેપ્ટન રહી ચુકેલો હરભજન સિંહ વર્ષ 2018માં ચેન્નઈ સુપર કિંગ્સમાં સામેલ થયો હતો.

CSK સાથે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ કરતાં હરભજન સિંહે કહ્યું કે, પહેલીવાર તો ઘણું અજીબ લાગ્યું હતું. મને લાગ્યું કે આ શું છે? શું આ કોઈ સપનું છે? અમે જ્યારે પણ ચેન્નઈ વિરુદ્વ રમતા હતા ત્યારે અમને એવું ફીલ થતું હતું કે, ભારત-પાકિસ્તાનની મેચ રમી રહ્યાં છીએ. હંમેશાંથી જ આ મેચ ઘણી ટફ રહેતી હતી અને ત્યારબાદ અચાનક વર્ષ 2018માં હું બ્લૂ નહીં પીળી જર્સી પહેરી રહ્યો હતો, જે મારા માટે મુશ્કેલ હતું. તેની ટેવ પાડવી ઘણું મુશ્કેલ હતું.

હરભજને આગળ કહ્યું કે, સૌભાગ્યથી મેં પહેલી મેચ મુંબઈ વિરુદ્વ રમી હતી. મને એવું લાગી રહ્યું હતું કે, અમે મેચને જલદી પૂરી કરી લઈએ તો સારું થશે. અમે ત્યારબાદ ટુર્નામેન્ટ જીતી. એ હિસાબે પહેલાની ગણતરીમાં બીજી સીઝન ઘણી સારી રહી. હરભજનના IPL કરિયરની વાત કરીએ તો તે ચારવાર IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ માટે વર્ષ 2008થી લઈને 2017 સુધી રમ્યો. બે સીઝન ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમી ચુકેલા હરભજને ટીમ માટે 23 વિકેટો લીધી છે. છેલ્લીવાર ફાયનલમાં મુંબઈ વિરુદ્વ એકદમ નજીકથી હારનો સામનો કરવો પડ્યો હતો. તો ટીમે વર્ષ 2018માં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્વ ટાઈટલ જીત્યું હતું. આ જીત પર હરભજને કહ્યું કે, ચેન્નઈ ટીમનું ટાઈટલ જીતવું મારા માટે સ્પેશિયલ મુમેન્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp