20-20 લાખવાળા ખેલાડીઓએ મચાવી ધૂમ તો કરોડોમાં વેચાયેલા ખેલાડી રહ્યા ફ્લોપ

PC: news18.com

UAEમાં ત્રણ શહેરો દુબઈ, શારજાહ અને અબુધાબીમાં 53 દિવસ સુધી ધૂમ મચાવ્યાં બાદ ભારતીય ક્રિકેટનો તહેવાર IPL ધૂમધડાકા સાથે પૂરો થઈ ગયો. રોહિત શર્માની કેપ્ટનીવાળી મુંબઈ ઇન્ડિયન્સે પહેલીવાર ફાઇનલ રમનારી દિલ્હી કેપિટલ્સને 5 વિકેટથી હરાવીને દિવાળીના 4 દિવસ પહેલા 5માં ટાઈટલની પાર્ટી મનાવી લીધી. પહેલીવાર દર્શકો વિના રમાયેલી લીગમાં કેટલાક નવા રેકોર્ડ બન્યા. તેમાં કેટલાક ખેલાડી હિરો સાબિત થયા, તો કેટલાકને રમવાનો પણ અવસર ન મળ્યો. સસ્તી કિંમતમાં ખરીદાયેલા અનકેપ્ડ ખેલાડીઓએ પોતાની ચમક વિખેરી તો મોંઘા ખેલાડીઓ ફ્લોપ રહ્યા.

ટૂર્નામેન્ટનો ઈર્જીન્ગ ક્રિકેટર તરીકે પસંદ થયેલો દેવદત્ત પડીકકલ અને ચેન્નાઈ સુપર કિંગ્સે ઋતુરાજ ગાયકવાડને 20 લાખમાં તો સરાઈઝર્સ હૈદરાબાદે ટી નટરાજનને 40 લાખમાં ટીમ માલીકોના પસંદ બન્યા હતા. તો ક્યારેક સાંઢા આઠ કરોડમાં લેવાયેલા પવન નેગી, પાર્થિવ પટેલ, મયંક મારકંડેય, જે સૂચિત અને મનન વ્હોરા સહિત 27 ભારતીય ક્રિકટર રહ્યા, જેમને એક પણ મેચ રમવાનો અવસર ન મળ્યો. 1.70 કરોડમાં લેવાયોલો પાર્થિવ પટેલ અને એ ટીમ તરફથી લેવાયેલો પવન નેગી એક મેચ પણ ન રમી શક્યા. સનરાઇઝર્સે 2 ભારતીય વિરાટ સિંહ (1.90 કરોડ) અને સંજય યાદવ (20 લાખ), કોલકાતાએ સિદ્ધેશ લાડ સહિત 2, પંજાબે સૂચિત અને ઇશાન પોરેલ સહિત 4 અને ચેન્નાઈએ 2, બેંગલોરે 3, રાજસ્થાન રોયલ્સે મારકંડે, અનુજ રાવત સહિત 6 ભારતીય ખેલાડીઓને અવસર ન આપ્યો.

બોલરોમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ 20 રન આપીને 5 વિકેટ લેનારો કોલકતાનો સ્પિનર વરુણ ચક્રવર્તી (13 મેચ, 17 વિકેટ) અને હૈદરાબાદ માટે રમનારો ડાબા હાથનો ફાસ્ટ બોલર ટી નટરાજને (16 મેચ, 16 વિકેટ) ખાસ પ્રભાવિત કર્યા. પોતાના યોર્કર માટે જાણીતા અને 40 લાખમાં વેચાયેલા ટી. નટરાજનને એબી ડિ વિલિયર્સ જેવા બેટ્સમેનોને આઉટ કરતા જોવું દર્શનીય છે. નટરાજનને તેનું ઇનામ ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતીય ટીમમાં જગ્યા મેળવીને મળી ગયું છે. જોકે વરુણ ચક્રવર્તીને પણ સામેલ કરવામાં આવ્યો હતો પરંતુ, ખભાની ઇજાના કારણે તેને હવે રાહ જોવી પડશે. નટરાજનને તેના કારણે જ જગ્યા મળી છે.

મુંબઇનો સ્પિનર રાહુલ ચાહરે પણ ફાઈનલ પહેલા 15 મેચોમાં 15 વિકેટ લીધી. તેના મહત્વનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે એક મેચ પણ તે બહાર નથી થયો. રાજસ્થાનનો કાર્તિક ત્યાગી (10 મેચ 9 વિકેટ), કોલકાતામાં શિવમ માવી (8 મેચ 9 વિકેટ) અને પંજાબનો આર્શદિપ (8 મેચ 9 વિકેટ) સામેલ છે. IPL ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સને કોલકાતાની આશાઓ પર ખરો ન ઉતર્યો. રેકોર્ડ 15.5 કરોડમાં ખરીદાયેલા પેટ કમિન્સે 14 મેચોમાં 34.08ની સ્ટ્રાઈક રેટથી 12 વિકેટ લીધી અને સર્વાધિક વિકેટ લેનારા બોલરોમાં 19મા નંબરે રહ્યો. સાથે જ તેણે 20.35ની સ્ટ્રાઈક રેટથી માત્ર 146 રન પણ બનાવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp