લસિથ મલિંગાના સ્થાને ટીમમાં આ બોલરને મળી શકે છે તકઃ રોહિત શર્મા

PC: thehindu.com

IPLની પાછલી સીઝનની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ સ્વીકાર કર્યું છે કે શ્રીલંકાના મહાન બોલર લસિથ મલિંગાની ગેરહાજરી વર્તાશે જેમણે આ વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે વિકેટ લેનારા 37 વર્ષીય મલિંગાએ વ્યક્તિગત કારણોનો હવાલો આપી ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. મલિંગાએ કુલ 170 વિકેટ લીધી છે અને 4 વાર ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આ મોટો ઝટકો છે. મુંબઈની પહેલી મેચ ચેન્નઈની સાથે થશે. તે પહેલા ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં રોહિતે કહ્યું કે, મને નથી લાગતું કે મલિંગાના સ્થાનને ભરવું સરળ રહેશે.

રોહિતે કહ્યું કે, તે મુંબઈ માટે મેચ વિજેતા રહ્યા છે. આ હું ઘણીવાર કહી ચૂક્યો છે જ્યારે પણ અમને લાગે છે કે મુશ્કેલીમાં છીએ અમને મલિંગા હંમેશા તેમાંથી બહાર લાવે છે. પાછલા પ્રદર્શનને જોતા ટીમને તેમની ગેરહાજરી વર્તાશે અને તેમની તુલના કોઈની પણ સાથે કરી શકાય નહીં. રોહિતે કહ્યું કે તેમના અનુભવ ગેરહાજરી વર્તાશે. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ માટે જે પણ કર્યું છે તે અવિશ્વસનીય છે અને આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેઓ આ વર્ષે ટીમનો ભાગ નથી.

રોહિત શર્માએ કહ્યું કે, અમારી પાસે જેમ્સ પેટિનસન, ધવલ કુલકર્ણી, મોહસિન ખાન જેવા ખેલાડી છે અને અમે મલિંગાના સ્થાને તેમને તક આપીશું. પણ સીધી વાત છે કે મલિંગાએ મુંબઈ માટે જે પણ કર્યું તેની તુલના કરી શકાય નહીં.

પોતાની ભૂમિકા વિશે વાત કરતા રોહિતે કહ્યું કે, તે જ ઈનિંગની શરૂઆત કરશે. ગયા વર્ષે મેં દરેક મેચોમાં ઈનિંગ શરૂ કરી અને હું તે કરવું ચાલું જ રાખીશ. સાથે જ મેં દરેક વિકલ્પ ખુલ્લા રાખ્યા છે. જે પણ ટીમ કરવા માગે છે તે કરવા તૈયાર છું. જ્યારે હું ભારત માટે રમુ છું, ત્યારે મારા તરફથી મેનેજમેન્ટને હંમેશા એ જ સંદેશો હોય છે કે કોઈપણ દરવાજા બંધ કરો નહીં, દરેક વિકલ્પો ખુલ્લા રાખો અને હું અહીં પણ એ જ કરીશ.

ભારતની સફેદ બોલની ટીમના વાઈસ કેપ્ટનને એવું પણ લાગે છે કે ટીમના પરિણામોમાં પરિસ્થિતિને યોગ્ય રીતે વાંચવી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે. અમારા માટે પડકાર અહીંની પરિસ્થિતિઓના અનુરૂપ ઢળવાની રહેશે, કારણ કે અમારામાંથી કોઈને પણ અહીંની પરિસ્થિતિઓ પર રમવાની આદત નથી. કારણ કે અમારી ટીમમાંથી મોટાભાગના ક્રિકેટર અહીં રમ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp