માઇકલ હસીએ પસંદ કરી તેની ડરામણી IPL પ્લેઇંગ ઇલેવન

PC: sportskeeda.com

ઓસ્ટ્રેલિયન ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન માઇકલ હસીએ એક અનોખી IPL ઈલેવનનું પસંદગી કરી છે. માઇકલ હસીએ ડરામણી IPL પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે અને આ ટીમનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને બનાવ્યો છે. હસીએ ધોની સાથે ચેન્નઇ સુપર કિંગ્સ માટે ઘણાં વર્ષો સુધી રમ્યો છે.

ચેતન નરુલાની સાથે હસીએ પોતાની આ ડરામણી IPL પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. ઓપનર તરીકે માઇકલ હસીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નર અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને પસંદ કર્યા છે. આ ઉપરાંત રોયલ ચેલેન્જર્સ બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડીવિલિયર્સને પણ હસીએ ટીમમાં સામેલ કર્યા છે.

ત્યાર પછી માઇકલ હસીએ કોલકાતા નાઇટ રાઇડર્સના ઓલરાઉન્ડર આંદ્રે રસેલ અને મુંબઈ ઈન્ડિયન્સના ઓલકાઉન્ડર હાર્દિક પંડ્યાને પણ પસંદ કર્યા છે. આ બંને ખેલાડી તેમની ટીમ માટે ઘણું સારું પ્રદર્શન કરતા આવ્યા છે. રસેલે ઘણીવાર કોલકાતા નાઇડ રાઈડર્સને પોતાના દમે જીતાડી છે. તો પંડ્યાની વાત કરીએ તો તેણે પણ તેની ટીમ માટે સારી ઈનિંગો રમી છે.

બોલિંગની વાત કરીએ તો માઇકલ હસીએ સનરાઇઝર્સ હૈદરાબાદના રાશિદ ખાન અને ભુવનેશ્વર કુમારની પસંદગી કરી છે. આ ઉપરાંત RCBના યુઝવેન્દ્ર ચહલ અને MIના જસપ્રીત બુમરાહને પણ ટીમમાં સ્થાન આપ્યું છે. કિંગ્સ ઈલેવનના કેપ્ટન લોકેશ રાહુલને હસીએ 12માં સ્થાને રાખ્યો છે. પોતાની આ ટીમનો કેપ્ટન હસીએ MS ધોનીને બનાવ્યો છે.

જોકે માઇકલ હસીએ આ ટીમમાં સુરેશ રૈના અને ક્રિસ ગેલ જેવા દિગ્ગજ ખેલાડીઓને જગ્યા આપી નથી.

હસીની ડરામણી IPL પ્લેઇંગ ઇલેવન

ડેવિડ વોર્નર , રોહિત શર્મા, વિરાટ કોહલી, એબી ડીવિલિયર્સ, મહેન્દ્ર સિંહ ધોની(કેપ્ટન) આંદ્રે રસેલ , હાર્દિક પંડ્યા, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ,  જસપ્રીત બુમરાહ, 12માં ખેલાડી તરીકે લોકેશ રાહુલ

જાણ હોય તો, આ વર્ષે IPLની શરૂઆત 29 માર્ચથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી થવાની હતી, પરંતુ કોરોના વાયરસને કારણે લાગૂ કરવામાં આવેલા લોકડાઉનના લીધે આ ટૂર્નામેન્ટને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. તો BCCI તેના પર નજર રાખી રહી છે કે આ વર્ષે તેનું આયોજન કયા સમયે કરી શકાય છે. આ ઉપરાંત IPL ભારતમાં કરાવવામાં આવે કે વિદેશમાં તેને લઈ પણ ચર્ચા થવા લાગી છે. ભારતમાં ચાલી રહેલા હેલ્થ ક્રાઇસિસને કારણે IPL અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp