IPL રમાશે કે નહીં? જાણો ભારત સરકાર શું કહે છે

PC: outlookindia.com

દુનિયાની સૌથી પ્રિય લીગ ટૂર્નામેન્ટ ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનના આયોજનને લઈને સંકટના વાદળો વધતા જાય છે. જ્યારે દેશમાં કોરોના વાયરસના મામલાઓ વધી રહ્યા છે ત્યારે વિદેશ મંત્રાલયે ચોખ્ખું કહી દીધું છે કે તેઓ હાલના સમયમાં IPLના આયોજન કરવાના પક્ષમાં નથી. દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને ભારતે દરેક દેશોના મોજૂદ વિદેશી વીઝા 15 એપ્રિલ સુધી રદ્દ કરી દીધા છે. આ પ્રતિબંધથી રાજકારણીઓ, અધિકારીઓ, સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોના કર્મચારીઓને છૂટ મળશે. આ પ્રતિબંધ 13 માર્ચ 2020થી લાગૂ થઈ જશે.

IPL અંગે જ્યારે વિદેશ મંત્રાલયને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, આ ટૂર્નામેન્ટનું આયોજન કરવું કે નહીં તેનો નિર્ણય આયોજકોએ લેવાનો છે. અમારા અનુસાર આ ટૂર્નામેન્ટનું આયોજન થવું જોઈએ નહીં. હાલમાં જે રીતની સ્થિતિ છે તેને જોતા ટૂર્નામેન્ટ નહીં યોજાઈ એ જ યોગ્ય છે. પણ જો આયોજકો ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે તો એ તેમનો નિર્ણય છે.

આ પહેલા ખેલ મંત્રાલયે પણ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને BCCI સહિત દરેક NSFને સ્વાસ્થ્ય મંત્રાલયોની સલાહ માનવા માટે કહ્યું હતું. લોકો મોટી સંખ્યામાં રમત જોવા માટે હાજર નહીં થાય તે જ યોગ્ય રહેશે.

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 73 મામલાઓ સામે આવી ચૂક્યા છે. દુનિયા ભરમાંથી કોરોના વાયરસના સંક્રમણના કુલ 1,18,000 મામલા સામે આવી ચૂક્યા છે. 114 દેશોમાં આ વાયરસ ફેલાઈ ચૂક્યો છે. કુલ 4,291 લોકોના મોત થયા છે. એટલું જ નહીં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(WHO)એ કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp