26th January selfie contest
BazarBit

IPL 2020 અંગે સૌરવ ગાંગુલીએ આપ્યું નિવેદન

PC: digitaloceanspaces.com

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના 13માં સીઝનના ભવિષ્યને લઈને અને જો ટૂર્નામેન્ટ નહીં રમાય તો તેનાથી બોર્ડને કેટલું નુકસાન જશે તેના પર વાત કરી હતી. ગાંગુલીએ કહ્યું હતું કે, જો આ વર્ષે IPLનું આયાજન ન થઈ શકે તો તેનાથી બોર્ડને 4000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. IPL 29 માર્ચથી રમાવાની હતી, પરંતુ ભારતમાં પહેલા ચરણના લોકડાઉન પછી તેને 15 એપ્રિલ સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. જ્યારે બીજા ચરણના લોકડાઉન દરમિયાન IPLને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

એક અખબારને આપવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યું હતું કે, ‘અમારે પોતાની નાણાકીય પરિસ્થિતિઓ જોવી પડશે, આમારે જોવું પડશે કે આમારી પાસે કેટલા પૈસા છે અને તેના હિસાબે નિર્ણય લેવો પડશે. IPLનું આયોજન ન થાય તો આપણને લગભગ 4000 કરોડ રૂપિયાનું નુકસાન થશે. એ મોટું નુકસાન છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન ગાંગુલીએ એ તરફ પણ ઈશારો કર્યો હતો કે, જો આ વર્ષે IPLનું આયોજન નહીં થાય તો બોર્ડે પે-કટ બાબતે પણ વિચારવું પડશે. જો IPL થાય છે તો અમારે પે-કટ બાબતે નહીં વિચારવું પડે. અમે વસ્તુ સંભાળી શકીશું.

ખાલી સ્ટેડિયમમાં મેચ કરાવવાને લઈને ગાંગુલીએ કહ્યું હતું કે, હાં, એવામાં IPLને લઈને લોકોની ખેંચતાણ ઓછી થઈ જશે. હું એવી પરિસ્થિતિમાં રમી ચુક્યો છું. એશિયન ટેસ્ટ ચેમ્પિયનશિપ મેચ પાકિસ્તાન વિરુદ્વ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વર્ષ 1990 માં રમાઈ રહી હતી. પાંચમાં દિવસે દર્શકોને જોવાની પરવાનગી નહોતી કારણ કે, તેમણે મેચમાં બાધા નાંખી હતી. એ સમયે ઉત્સાહનો અભાવ સ્પષ્ટ જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, જો મેચ ઓછા લોકો વચ્ચે કરાવવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખવામાં આવે, તો એવામાં અધિકારીઓએ એ પણ જોવું પડશે કે, દર્શકો મેદાન છોડીને કઈ રીતે નીકળી રહ્યા છે. પાલીસે ઘણું સ્ટ્રિક્ટ થવું પડશે. આ નિર્ણય લેવો મુશ્કેલ છે અને એવી સ્થિતિમાં હોવું ગંભીર બાબત છે. BCCIના ખજાનચી અરૂણ ધૂમલ પણ કહી ચુક્યા છે કે, જો આ વર્ષે IPL નહીં થાય તો BCCIએ 4000 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવું પડી શકે છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp